છોટાઉદેપુર : મોરાડુંગરી ગામના બસ સ્ટેન્ડ પાસે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાંથી રૂ.૪૩૫૬૦ ના વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક નાઓએ દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી પ્રોહીબિશન હેરાફેરી વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરતા ઈસમો ઉપર રેડ કરી દારૂ જુગારની બદીને સદંતર નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ જે આધારે કરાલી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ આર.પી.ચૌધરીનાઓને મળેલ બાતમીના આધારે તેઓએ કરાલી પોલીસ મથકના કર્મીઓને સાથે રાખી કરાલી પોલીસ સ્ટેશન હદના મોરાડુંગરી ગામના બસ સ્ટેન્ડ પાસે એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર જીજે ૨૨ પી ૦૮૨૮ ની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની બીયરના ટીન નંગ ૨૬૪ જેની કિંમત રૂ.૪૩૫૬૦ તથા સ્વિફ્ટ ડિઝાયર ગાડીની કિંમત ૫૦૦૦૦૦ સહિત કુલ રૂ.૫૪૩૫૬૦નો મુદ્દામાલ જપ્ત કરી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલક વિરોધ ગણનાપાત્ર ગુનો નોંધી જરૂરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here