છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના રંગપુર નાકા પાસેથી કિ.રૂ .૧૧,૦૭,૦૦૦/ -નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

શ્રી સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી આઇ.જી.શેખ પોલીસ અધિક્ષકશ્રી છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા
તમામ શાખા ઇન્ચાર્જશ્રીનાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ …..
જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓ સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે હકીકત આધારે છોટાઉદેપુર રંગપુર નાકા પાસે અલીરાજપુર હાઇવે રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ .૧૧,૦૭,૦૦૦/ -નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ આઇસર ટેમ્પો
રજી.નંબર GJ-17-XX-3411 ને પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.કબ્જે કરવામાં આવેલ મુદામાલ ઃ-(૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ -૮૬૦૦ કિ.રૂ .૧૧,૦૭,૦૦૦/- (૨) આઇસર ટેમ્પો રજી.નંબર- G J-17-X X-3411 કિ.રૂ .૧૫,૦૦,૦૦૦/-(૩) મોબાઇલ ફોન નંગ -૦૧ કિ.રુ .૫૦૦/-(૪) અંગ ઝડતીના રોકડા રુપીયા કિ.રુ .૩.૮૨૦/-
કુ.કિ.રૂ .૨૬,૦૮,૩૨૦/-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here