ડભોઇની સરકારી હોસ્પિટલ માંદગીની પંગાતિયે… સારવાર કોણ કરશે..!!?

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ શહેર તાલુકા ની જનતા માટે આશીર્વાદ સમી સરકારી હોસ્પિટલ જાતે જ માંદગી ના બીછાને પડી છે જેની સર્જરી ની આવશ્યકતા ઉભી થઈ છે
જાણવા મળ્યાં મુજબ સરકારી હોસ્પિટલ માં છત પર થી વરસાદ નું પાણી આખાય દવાખાના પડતું જોવા મળે છે જેની મરામત કરવા ને બદલે સુપ્રિટેન્ડન્ટ ની રૂમ નો સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે સાથે સાથે ઓપીડી માં કેશબારી અને ગાયનેક ની રુમ સામે પંખા બંધ હાલત માં જોવા મળી રહયા છે એય ઓછું હોય એમ ગ્રાંટ પુરતી ના આવવા ને કારણે કેટલાય વિભાગ માં નવી જરૂરીયાત ની વસ્તુ વિના ચલાવવુ પડે છે ત્યારે સીતેર હજાર ની વસ્તી વાળા તાલુકા મથકે સરકારી દવાખાનું ગંભીર માંદગી ના બિછાને જોવા મળે છે ડભોઈ તાલુકા ના ૧૨૮ ઉપરાંત ગામડા હોવાને લઈ ગ્રામ્ય પ્રજા પણર યોગ્ય તબીબી સારવાર નો લાભ નથી લઈ શકતી હાલ ડભોઈ સરકારી હોસ્પિટલમાં સારા તબીબો છે પરંતુ યોગ્ય સગવડ ના હોવાને લઈ તેઓ પણ નારાજ હોવાનું જોઇ શકાય છે ત્યારે વડોદરા સ્થિત આરોગ્ય અધિકારી ઓ પોતાની એ.સી. ચેમ્બર છોડી ડભોઈ સરકારી દવાખાના ની સર્જરી કરે એ જ સમય ની માંગ છે ત્યારે વિધાનસભા માથે છે ત્યારે સરકાર કેવા પગલાં ભરે છે એ જોવું રહયું !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here