છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બીએ જેતપુરપાવી પોલીસ સ્ટેશન વિસ્તારના સુસ્કાલ ગામેથી વધુ એક ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડ્યો…

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ , વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તિ ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતું થી જિલ્લામાં ગેરકાયદેસર ૪ અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્ચા . પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે જેતપુરપાવી પો.સ્ટે . વિસ્તારના સુસ્કાલ ગામે નિશાળ ફળીયામાં તેરસીંગભાઇ મગનભાઇ રાઠવા નાઓની દુકાનમાં પ્રદિપકુમાર પ્રફુલકુમાર રોય નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના ડોકટરની પ્રેકટીશ કરે છે અને ગામના તથા આજુ – બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે . જેથી મ – એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને સદર જગ્યાએ રેઇડ કરવા મોકલતા પ્રદીપકુમાર * પ્રફુલકુમાર રોય રહે.મીઠોપારા દેબાગ્રા પંચાયત તા.રાણાઘાટ જી.નાડીથા ( પ.બંગાળ ) હાલ રહે.સુસ્કાલ , નદી ફળીયા તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર નાનો ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ .૧૬,૧૧૦.૩૪ / – નો મુદ્દામાલ મળી આવતા જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે . પકડાયેલ બોગસ ડોકરનું નામું – પ્રદીપકુમાર પ્રફુલકુમાર રોય રહે.મીઠોપારા દેબાગ્રા પંચાયત તા.રાણાઘાટ જી.નાડીથા ( પ.બંગાળ ) હાલ રહે.સુસ્કાલ. નદી ફળીયા તા.જેતપુરપાવી જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here