છોટાઉદેપુર જિલ્લામાં ભ્રષ્ટાચારીઓએ માથું ઉંચકઈયુ… ભીલપુર સસ્તા અનાજની દુકાનનાં સંચાલકનો અનાજ કપાતના નામે ભ્રષ્ટાચાર..!!?

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાના ભીલપુર ગામે ઓછું અનાજ આપતા હોવાની ફરિયાદ કરતો યુવાન નો વિડીયો વાયરલ થયો

છોટાઉદેપુર તાલુકામાં આવેલ ભીલપુર ગામ ખાતે સસ્તા અનાજની દુકાનમાં દુકાન સંચાલક ઓછું અનાજ આપતો હોય તેવી ફરિયાદ કરતો યુવાનો વિડીયો આજરોજ વાયરલ થયો હતો જેમાં ભીલપુર ગામનો યુવાન સરકારી અનાજમાં ઓછું અનાજ આપતો હોય તેવો દાવો કરી રહ્યો છે. ગ્રાહકોને અપાતા સસ્તા અનાજમાં દરેક વસ્તુ ઉપર ગ્રાહક દીઠ એક કિલોની ઘટ હોવાની ફરિયાદ ઉઠી છે જે સંદર્ભે ભીલપુર ગામના યુવાનો આજરોજ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
થયેલ વાયરલ વીડિયોમાં યુવાન અને સામાજિક કાર્યકર જણાવી રહ્યો છે કે તારીખ 26/ 8/ 2023 ના રોજ ભીલપુર ગામની સરકારી અનાજની દુકાન ઉપર 14/8/23 ના રોજ હુએ આઈ પી ડી એસ ઓફિશિયલ વેબસાઈડ ઉપર અરજી કરી હતી ત્યારે મારી એવી માંગણી હતી કે દુકાનદાર કુપન આપતા નથી વધારે પૈસા લેવામાં આવે છે. અને આદિવાસી વિસ્તારના લોકોને ખબર નથી કે તેઓને કેટલું અનાજ મળે છે જેના માટે કાયદેસર કુપન કાઢવામાં આવે છે. પરંતુ અહીંયા બે વર્ષથી કુપન કાઢવામાં આવતી નથી. તો લાભાર્થીને કુપન આપે તેવી મારી લાગણી હતી. તો કે કેટલો જથ્થો મળે કેટલા પૈસા આપવામાં આવે વારંવાર રજુઆત કરવા છતાં અને અરજી કરવા છતાં કોઈ ઉકેલ મળતો નથી. આજરોજ સરકારી અધિકારીઓ અહીંયા આવ્યા ચેક કર્યું અબે ચેક કરીને ગયા છે તો એનો શુ જવાબ મળે એ જોવાનું રહ્યું તેમ વાયરલ થયેલ વિડીઓમાં યુવાને જણાવ્યું છે.
છોટાઉદેપુર તાલુકામાં આ અંગેનો ભ્રષ્ટચાર બાબતે આક્ષેપનો વિડીઓ વાયરલ થતા સમગ્ર છોટાઉદેપુર પંથકના પહોંચી ગયો છે ઓછું અનાજ આપવા બાબતેની આપશે સમગ્ર સરકારી અનાજની દુકાન સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે સાથે સાથે વહીવટી તંત્રની પણ કામગીરી સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે જો અનાજ બાબતે આ રીતની ફરિયાદો ઉગતી હોય તો અન્યની તો વાત જ શું કરવી તેમ ચર્ચાઈ રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here