છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર જન્માષ્ટમી પર્વની ઉજવણી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના જય ઘોષ સાથે મંદિરો મા ભક્તોનો ઘસારો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં ગતરોજ તારીખ 7/ 9/ 23 ના શ્રાવણ વદ આઠમના રોજ જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના છો તાલુકાઓમાં આવેલા શ્રીકૃષ્ણ મંદિર તથા રામજી મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ ના જન્મની ઉજવણીના ભાગરૂપે મંદિરો શણગારવામાં આવ્યા હતા અને જિલ્લાના મંદિરો “”જય રણછોડ માખણ ચોર”” તથા “”નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી”” ના જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યા હતા કૃષ્ણ જન્મ સમય રાત્રિના 12:00 કલાકે સમગ્ર જિલ્લામાં મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.
પ્રેમ અવતાર ભગવાન શ્રીકૃષ્ણ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પૂજનીય છે જ્યારે ભક્તોની સંખ્યા પણ આગણિત છે ત્યારે ગતરોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ હોય જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં જગ્યાએ મટકી ફોડ તથા કૃષ્ણ લીલા ના પ્રોગ્રામ યોજાયા હતા સાથે સાથે કૃષ્ણ મંદિરોમાં ભક્તિ ભાવ સાથે ભગવાન શ્રીકૃષ્ણને કારણે ઝુલાવવામાં આવ્યા હતા અને પ્રેમ તથા ભક્તિ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, સાથે સાથે મંદિરોમાં પૂજા આરતી અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here