છોટાઉદેપુર જિલ્લામાં ગ્રાહક સુરક્ષા મજુર અદાલત ફેમિલી કોર્ટ ચાલુ કરવા બોડેલી વકીલ મંડળની માંગ

બોડેલી,(છોટા ઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી સહિત જીલ્લા માં ગ્રાહક સુરક્ષા કોર્ટ , ફેમીલી કોર્ટ , મજુર અદાલત , અને બોર્ડ ઓફ નોમીની કોર્ટો ચાલુ કરવા વકીલ મંડળ તરફથી માંગ કરવામાં આવી રહી છે
છોટાઉદેપુર જીલ્લો વડોદરા જીલ્લામાંથી છુટો પડયા ને ૯ વર્ષ જેટલો સમય થયેલ છે . છોટાઉદેપુર જીલ્લા માં છ તાલુકા નો સમાવેશ થયેલ છે છોટાઉદેપુર જીલ્લા ની કુલ વસ્તી ૧૦,૭૧,૮૩૧ થાય છે . છોટાઉદેપુર જીલ્લો ટ્રાયબલ જીલ્લો છે . અને જીલ્લામાં મોટા ભાગની વસ્તી આદિવાસી લોકો ની રહેલ છે . આદીવાસી વિસ્તારના લોકો આજે પણ મહેનત મજુરી કરી બે ટંક નો ખોરાક મેળવે છે . આદિવાસી વિસ્તાર માં આજે પણ સાક્ષરતા નુ પ્રમાણ ઓછુ રહેલ હોવા ને કારણે તેમનું શોષણ થઇ રહેલ છે . ટ્રાયબલ વિસ્તારમાં આજે પણ લોકો ને વડોદરા સુધી પોતાના બંધારણીય હક્કો તથા ન્યાય મેળવવા ધકકા ખાવાનો વારો આવે છે . છોટાઉદેપુર જીલ્લા ની તાલુકાઓ માં દિવાની અને ફોજદારી કોર્ટો કાર્યરત છે . પરંતુ ગ્રાહક સુરક્ષા , મજુર અદાલત , બોર્ડ ઓફ નોમીનીઝ , ફેમીલી કોર્ટ કાર્યરત કરવામાં આવેલ નથી જેના કારણે પ્રજા ને વડોદરા ૧૦૦ કીમી સુધી પોતાના કેસ માટે હેરાન થવુ પડે છે . પોતાનો કીમતી સમય બગાડી ને તથા આર્થિક નુકશાન ભોગવી વડોદરા સુધી જવુ પડે છે . છોટાઉદેપુર જીલ્લામાં કેટલીય સહકારી મંડળીઓ તથા બેંકો આવેલ છે તેના કેસો બોર્ડ ઓફ નોમીની માં ચાલે છે . તેમ છતા છોટાઉદેપુર જીલ્લામાં આજ દિન સુધી કોર્ટ આપવામાં આવેલ નથી . સરકાર દ્વારા મહીલાઓ ની સુરક્ષાના અનેક કાયદાઓ બનાવવામાં આવેલ છે તેમ છતા છોટાઉદેપુર જીલ્લામાં ફેમીલી કોર્ટ આપવામાં આવેલ નથી . તથા છોટાઉદેપુર જીલ્લો ટ્રાયબલ જીલ્લો હોય અને મોટાભાગ ની પ્રજા મજુરી કરી પોતા નુ તથા પોતા ના પરિવાર નુ ગુજરાન ચલાવે છે તેમા મોટા વેપારીઓ તથા કારખાના વાળા અને ખાતર બીયારણ દવા ના વેપારીઓ ગુણવતા વિના નુ ખાતર , બિયારણ , દવા આપે છે અને તે નુ પાકુ બિલ પણ આપતા નથી . જયારે વેપારીઓ અશિક્ષિત પ્રજા ને માલ સામાન ના બદલામાં પાકુ બીલ આપતા નથી.

એક્સ્પાયરી માલ આપી તેને બદલતા પણ ન હોય જેના લીધે ગ્રાહક છેતરાય છે . અને તેના નાણા નો વ્યય થાય છે.અને પાર્દશીતા જળવાતી નથી જ્યારે ગ્રાહક સુરક્ષા કોર્ટ વડોદરા ખાતે કાર્યરત હોવા ના કારણે ગ્રાહક ન્યાય મેળવવા ૧૦૦ કી.મી સુધી દુર જવુ પડતુ હોવાને લીધે લોભીયા અને લાલચી વેપારીઓ સામે પગલા ભરવા થી દુર રહેતા હોય છે અને ખરાબ માલ સામાન લેવા મજબુર બને છે . અને વડોદરા ખાતે મજુર અદાલત હોય જેથી પોતાના હકક માટે ની લડત લડી શકતા નથી . આપ સાહેબ ને બોડેલી વકીલ મંડળ ની નમ્ર વિનંતી કે વહેલી તકે ઉપરોકત અદાલતો ની સતવરે સ્થાપના કરવા માં આવે અને પિડીત , વંચિત લોકો ને પોતાના બંધારણીય અધિકાર મુજબ નો સસ્તો અને ઝડપી ન્યાય મળી રહે તેવી લાગણી છે . જે આપ સાહેબ ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા વકીલ મંડળ તરફથી વિનંતી કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here