છોટાઉદેપુર જિલ્લામાં આસો નવરાત્રી ઠેર ઠેર આસ્થા અને શ્રદ્ધા સાથે હર્ષોલ્લાસ સાથે ગરબે રમતા જોવા મળ્યા

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં આસો નવરાત્રી અને મા શક્તિની આરાધનનો પર્વ નિમિત્તે મારે આસ્થા અને શ્રદ્ધા સાથે અંબાના ગરબાની સ્થાપના ઘરે-ઘરે કરવામાં આવી રહી છે જ્યારે સમગ્ર જિલ્લામાં માય મંદિર શણગારી દેવામાં આવ્યા છે અને પૂજા અર્ચના અને આરાધના ના સમન્વય સાથે અંબાની નવ દિવસ પૂજા કરવામાં આવશે જ્યારે સમગ્ર જિલ્લામાં ગરબાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે નવે નવ દિવસ યુવક યુવતીઓ હર્ષોલ્લાસ સાથે ગરબે ઘુમશે ત્યારે મંદિરોમાં નવચંડી યજ્ઞ હોમ હવન અને જબ તપ કરવામાં આવશે નવરાત્રી પર્વ માં શક્તિનો આરાધનનો પર્વ હોય જ્યારે બ્રહ્માંડની સમગ્ર ઊર્જા મા શક્તિ સમાયેલી હોય જેથી આધ્યાત્મિક શક્તિ માં વધારો થાય અને મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે નવ દિવસ ઉપવાસ અને પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે
છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ નવરાત્રી પર્વ નિમિત્તે માં અંબાના ગરબા નીસ્થાપના કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત નિયમો પ્રમાણે નવલી નવરાત માં જે ગરબાની સ્થાપના કરવામાં આવે છે. જે ને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. જેમાં આવેલા 27 છિદ્રો 27 નક્ષત્રો સ્વરૂપે મનાય છે. જ્યારે સ્થાપિત કરેલ ગરબાની ફરતે 108 વાર પ્રદક્ષિણા કરવી એ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે નર નારી ખુલ્લા આભ નીચે ગરબા રમે છે. જ્યારે નવરાત્રીમાં દિવસ સૂર્યવાન અને રાત્રિ પ્રાણવાન કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here