બોડેલીમાં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી… અલીપુરામાં આવેલ ગજાનંદ પાર્કના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર બન્યા…

બપડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી તારીખ ૫ સપ્ટેમ્બર સમગ્ર બોડેલી નગરમાં ગજાનંદ પાર્ક ના ગણેશજી આકર્ષક બને છે અહીં દસ દિવસ સુધી રોજ હજારો નગરજનો તેમજ ગામજનો દર્શનાર્થે ઉમટી પડે છે બોડેલીના અલીપુરા વિસ્તારમાં હાલોલ રોડ ઉપર આવેલ ગજાનંદ પાર્ક ખાતે ગણેશ ચતુર્થીના દિવસે ગજાનંદ ભગવાનની મૂર્તિને વાજતે ગાજતે ડીજેના તાલે ગજાનંદ નવયુગ મંડળ દ્વારા શાસ્ત્રો વિધિ પ્રમાણે દર વર્ષે બેસાડે છે અને ભગવાન ગજાનનની અર્ચના પૂજા કરીને સ્થાપના કરવામાં આવે છે અહીંયા અવ નવા પ્રોગ્રામ કરી બાળકો તેમજ વડીલો ભક્તો ને અનુરૂપ ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તન તેમજ સંગીત પાર્ટી ડાન્સ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમો થાય છે પરંપરાગત વર્ષોથી કરવામાં આવે છે ત્યારે બોડેલીના આજુબાજુના તેમજ નગરજનો ની ભગવાન શ્રી ગણપતી ગજાનંદ ના દર્શન કરવા અનેરો લ્હાવો લે છે ત્યારે બાજુમાં આવેલ શિવ શક્તિ યુવક મંડળ દ્વારા ગોપેશ્ચર મંદિર ની પાસે આવેલ ગણપતી પ્રતિમા પણ ખૂબ જ આકર્ષક જોવાનો પણ એક લ્હાવો મળ્યો હતો હાલોલ રોડ પર આવેલ ગજાનંદ પાર્ક ખાતે ૧૨ વર્ષથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે બોડેલી માં આવેલું ગજાનંદ પાર્ક ના ગણેશજી આર્કષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here