છોટાઉદેપુર એલ.સી.બી એ તેજગઢના લીંમડી બજારથી કિ.રૂ.૧,૬૩,૦૮૦/- ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને લજગરીસ બ્રેઝા ગાડી સાથે ઝડપી પાડ્યા…

છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ના લીમડી બજાર અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસ ને બાતમી મળી હતી તેનાં આધારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને સઘન ચેકિંગ કરતા maruti suzuki ની લજગરિસ ગાડી માંથી ભારતીય બનાવટના  વિદેશી દારૂ સાથે બે આરોપી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા શ્રી એ.વી.કાટકડ ઇન્ચા. પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ…. જે અન્વયે શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે તેજગઢ ગામે લીમડી બજારમાં પ્રોહી-વોચ નાકાબંધી કરી બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૧,૬૩,૦૮૦/- તથા બ્રેઝા ગાડી કિ.રૂ.૬,૦૦,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૭,૬૮,૦૮૦/-  ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
 *કબ્જે કરવામાં આવેલ મુદામાલ ઃ-*
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નં.૭૪૪   કિ.રૂ.૧,૬૩,૦૮૦/-
(૨) બ્રેઝા ગાડી – GJ-06-PE-8445                       કિ.રૂ.૬,૦૦,૦૦૦/-
(૩) મોબાઇલ ફોન નંગ-૧                                                      કિ.રૂ.૫૦૦૦/-કિ.રૂ.૭,૬૮,૦૮૦/-
 *પકડાયેલ ઇસમોનું નામ ઃ-*
(૧) કિરણભાઇ નવસીંગભાઇ રાઠવા રહે.મોટી સઢલી , પટેલ ફળીયા તા.જી.છોટાઉદેપુર(૨) વિનોદભાઇ નારસીંગભાઇ તોમર રહે. છોટી ચોહજી તા.કઠીવાડા જી.અલીરાજપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here