છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારના નામની જાહેરાત કરી…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર તારીખ 28 વિધાનસભાની ચૂંટણીને લઈને આ વર્ષ આમ આદમી પાર્ટી એ સક્રિય રીતે ભૂમિકા ભજવી રહી હોય તેવું લાગે છે આમ આદમી પાર્ટી દ્વારા સાતમી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે એમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટી એ એડવોકેટ રંજનભાઇ તડવીને ટિકિટ આપી છે ક્યારે છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે હાલ સંખેડા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેઓનો વ્યવસાય વકીલ છે અને રંજનભાઇ તડવી કાયદાના નિષ્ણાંત છે તેથી આમ આદમી પાર્ટી એ રંજનભાઇ તડવીને ટિકિટ આપી છે ત્યારે આવતા દિવસોમાં જોવાનું છે કે કોણ કેટલી બાજી મારી જાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here