છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ શાખા દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનું સત્કાર તેમજ દ્રષ્ટિહીન ભાઈ બહેનોના અભ્યાસ અર્થે ડિજિટલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર શાખા છેલ્લા કેટલાક વર્ષોથી દિવ્યાંગ વ્યક્તિઓ માટે શિક્ષણ તાલીમ અને પુનર્વસન નું કાર્ય કરે છે દર વર્ષે ધોરણ 10 .12.બીએ. બીએડ .તેમજ એમએમ. મા ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓના ઉત્સાહ માં વધારો કરવા તેમજ પ્રોત્સાહન પૂરું પાડવા તેઓનું જાહેર કાર્યક્રમ દ્વારા સન્માન કરવામાં આવે છે જે અંતર્ગત દરબાર હોલ ખાતે લોકસભા સાંસદ ગીતાબેન રાઠવાના અધ્યક્ષ સ્થાને પ્રતિવર્ષની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા માટેનો એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિવિધ પરીક્ષા ઓ મા ઉતીર્ણ થયેલ દિવ્યાંગો ને સન્માનિત કરવામાં આવ્યોઆ સાથે દ્રષ્ટિ હીન ભાઈ બહેનો ના અભ્યાસ અર્થે ડીજીટલ લાઈબ્રેરી નુ ઉદઘાટન પણ સાંસદ ના હસ્તે કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો સેવાલીયા થી પધારેલા દ્રષ્ટિહીન પીન્ટુ ભાઈ એ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કર્યુ હતુ આ પ્રસંગે રાષ્ટ્રીય અંધજન મંડળ ના પ્રદેશ અધ્યક્ષ તારકભાઈ લુહાર છોટાઉદેપુર શાખાના અધ્યક્ષ અશોકભાઈ અજમેરા સેક્રેટરી વિજયભાઈ વાઘેલા તેમજ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓના દિવ્યાંગ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here