છોટાઉદેપુર ખાતે પરિક્ષા કેન્દ્રો માં ચૂસ્ત બંદોબસ્ત સાથે જુ. ક્લાર્કની સ્પર્ધાત્મક પરિક્ષા લેવાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આજરોજ છોટા ઉદેપુર ખાતે આવેલા પરિક્ષા કેન્દ્રો માં જુનિયર કલાર્ક સ્પર્ધાત્મક પરિક્ષાની લેવામાં આવી હતી. વહેલી સવારથી જ પરીક્ષાર્થીઓ પોતાના પરિક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. છોટા ઉદેપુર જીલ્લા માં ૨૯ પરિક્ષા કેન્દ્રોમાં ૩૬૪ વર્ગખંડો માં આ સ્પર્ધાત્મક પરિક્ષા યોજાઇ હતી કુલ ૧૦૯૨૦ પરીક્ષાર્થી ભાઇ બહેનો સીસી ટીવી કેમેરા, લાઈવ વ્યુ અને રેકોર્ડિંગ ની સુવિધા સાથે પરિક્ષા આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પરીક્ષાર્થી તેમજ અધિકારી ઓના મોબાઈલ જમા કરી લેવામાં આવ્યાં હતાં વિધાર્થી ઓને અગવડતા ન પડે તે માટે પીવા ના પાણી તેમજ તમામ આરોગ્ય લક્ષી સુવિદ્યા તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી. જોકે એસટી વિભાગ દ્વારા પરિક્ષા કેન્દ્રો સુઘી પરીક્ષાર્થી ઓને લઈ જવા બસો ની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતું એકસપ્રેસ બસ નું ભાડું વસૂલાતા પરીક્ષાર્થીઓ માં ચર્ચા નો વિષય બન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here