શ્રી હનુમાન જન્મ જયંતી નિમિત્તે મોલડી ગામે બાવન વીર હનુમાન મંદિરે ભારતીય ચલણી નોટોનો વરસાદ!!!

મોરબી, આરીફ દીવાન :-

સૌરાષ્ટ્રના જાણીતા કલાકાર દેવાયતભાઈ ખાવડ લોક ડાયરામાં રમઝટ બોલાવી કોમી એકતાના પ્રતીક સર્વે જ્ઞાતિના લોકોએ હાજરી આપી ભક્તિ ભાવે ભારતીય ચલણી નોટ નો વરસાદ કરી શ્રી હનુમાન જન્મ જયંતિ ની ઉજવણી કરી”

આરીફ દિવાન દ્વારા મોરબી: સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં રામ ભક્ત હનુમાનજી ની શ્રી હનુમાન જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાત ભરમાં યોજાયા હતા ત્યારે કાઠીયાવાડી સુર ના કઠિલા અવાજના બેતાજ બાદશાહ લોક ડાયરા ના કલાકાર સૌરાષ્ટ્રના સાવજ એવા દેવાયતભાઈ ખાવડ સાથે બજરંગ બલી નું નામ લઈને પોતાના સુરે દર્શકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હોય તેમ સર્વે હિંદુ મુસ્લિમ સમાજના લોકો શ્રી હનુમાન ભક્ત કલાકારની કળાને કદર કરી હોય તેમ ધડાધડા નોટુ નો વરસાદ થવા લાગ્યો હતો જેમાં આશરે 50 હજારથી વધુ ની ચલણી ભારતીય નોટો નો વરસાદ લોક ડાયરામાં જોવા મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં કલાકારના સર્વે જ્ઞાતિના મિત્રોએ જાહેરાત શ્રી હનુમાન જન્મ જયંતિ નિમિત્તે લોક ડાયરાની જાણ થતા ની સાથે ચોટીલા નજીક આવેલા નાના એવા મોલડી ગામ ખાતે મોટી મેદની સાથે શ્રી હનુમાન ભક્તોની જોવા મળી હતી આ કાર્યક્રમમાં સર્વે જ્ઞાતિના સમાજ સેવક સામાજિક કાર્યકર એવા સોહિલ ખાન અયુબ ખાન પઠાણ વાંકાનેર મિલ પ્લોટ માં ખાનભાઇ થી જાણીતા એવા લોકપ્રિય અગ્રણી એ કોમી એકતાના પ્રતીક આ લોક ડાયરામાં હાજરી આપી સર્વે સમાજની એકતાનો સંદેશ પાઠવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here