છોટાઉદેપુર કલેકટર કચેરીમાં મળેલી અર્ટિગા ગાડી કેસમાં ઇન્ચાર્જ ચીટનીશની બદલી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર ગત તારીખ ૫ મી એ ACB દ્વારા અર્ટિગા ગાડીમાં તપાસ કર્યા હતી ગાડીમાં ૨૦ લાખ રૂપિયા હોવાની બાતમી થી છોટાઉદેપુર ACB સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું છોટાઉદેપુર કલેકટર કચેરીમાં કમ્પાઉન્ડમાં ગત તારીખ 5 જુલાઈના રાત્રિના સમયે એસીબી દ્વારા અર્ટિગા ગાડીમાં તપાસ મા હાથ ધરાઈ હતી જેમાં ગાડી માલિક ઇન્ચાર્જ ચીટનીશ રજા ઉપર પરત આવી જતા તેમને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે એટિવીટીમાં બદલી કરી દેવામાં આવી છે છોટાઉદેપુર એસીબી પાંચ જુલાઈ ના રોજ બાતમી મળી હતી કે કલેકટર કચેરીમાં સફેદ ગાડીમાં જમીન NA કરવાના રૂપિયા 20 લાખ છે પરંતુ એસીબી દ્વારા તપાસ કરવામાં આવતા માત્ર ₹2100 મળ્યા હતા અને સફેદ કલર ની અર્ટિગા ગાડીમાંથી એક કાળા કલરની ફાઈલ પણ મળી આવી હતી એસીબી દ્વારા તપાસ કરતા ઇન્ચાર્જ ચીટનીશ બીજા દિવસે બે દિવસની રજા પર ઉતરી ગયા હતા સોમવારે રજા ઉપર થી હાજર થતા જ જિલ્લા તંત્રો દ્વારા ઇન્ચાર્જ સનત રાઠવાની સંખેડા ખાતે એટિવિટી માં બદલી કરી દેવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here