છોટાઉદેપુર જિલ્લા મથકે ઓરસંગ નદીના પટમાં રિવરફ્રન્ટ તરીકે વિકસાવવાની માંગ ઉપર સરકારનો સકારાત્મક અભિગમ મળતા પ્રજામાં આનંદ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર જિલ્લા મથકે આવેલ ઓરસંગ નદીના પટને રિવર ફ્રન્ટ તરીકે વિકસાવવા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી જે રજૂઆતને ધ્યાને લઈ સરકાર દ્વારા સકારાત્મક અભિગમ મળી રહ્યો છે. અને સરકારે આ વાતની નોંધ લઇ નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેઓ જવાબ પણ લેખિતમાં આપ્યો છે. છોટાઉદેપુર નગર મા રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો ઓરસંગ નદીની રોનક બદલાઈ જાય અને છોટાઉદેપુર નગર એક વિકાસની કેડીએ આગળ વધે તેમ છે. સરકાર દ્વારા સકારાત્મક અભિગમ મરતા છોટાઉદેપુરની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લો 2013 માં વડોદરા જિલ્લામાંથી અલગ થયો મધ્યપ્રદેશની સરહદ ઉપર આવેલ ડુંગરાળ વિસ્તાર અચ્છાદિત ભૌગોલિક વિસ્તાર ધરાવતો જિલ્લો છે આ જિલ્લામાં પ્રજાની લોકમાતા ગણાતી ઓરસંગ નદી પસાર થાય છે નદીમાં રેતીના જથ્થો ઉપલબ્ધ છે પાછલા વર્ષ અને હાલમાં રેતીમાંથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટીની રકમ મળી છે. અને મળી રહી છે છોટાઉદેપુર જુના વખતના રજવાડાનું ઐતિહાસિક નગર છે. પૌરાણિક ઇમારતો છોટાઉદેપુર ની શોભા વધારે છે. આ નગર પાસેથી ઓરસંગ નદીના પશ્ચિમ કિનારે અતિ પ્રસિદ્ધ પૌરાણિક જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ત્યારે નદી કિનારે જિલ્લા પંચાયત ભવન પણ આવેલું છે .અને છોટાઉદેપુર નગરના વિકાસ અર્થે આ ઓરસંગ નદીના કિનારા ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટે લોક માંગણી બળવતર બની છે. રિવરફ્રન્ટ બનવાથી શહેરી વિસ્તારમાં અને ખાસ કરીને છોટાઉદેપુરના નગરજનો માટે ફરવા ફરવા માટે રમણીય સ્થળ બને તેમ છે. આદિવાસી વિસ્તારના લોકો આવી સુવિધા આપવામાં આવશે. તો છોટાઉદેપુર નગરના વિકાસમાં અનેરૂ યોગદાન પ્રદાન થશે. અને શહેર સહિત ગામડાઓને અનેરી સુવિધાઓ સાથે પ્રવાસનો ચોક્કસ લાભ મળશે તેવી રજૂઆત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સરકારમાં કરી હતી જે લેખિત રજૂઆતના પગલે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ મળતા સમગ્ર છોટાઉદેપુર ની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here