પાથાવાડા પો.સ્ટે હદ વિસ્તારમાં ગુંદરી ગામની સીમમાં બનેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી એલ.સી.બી. બનાસકાંઠા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે* જિલ્લામાં લૂંટના તેમજ મિલકત સંબંધી ગુનાઓ ડીટેક કરવા  સારુ સૂચના કરતા શ્રી એચ. પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર. જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી* નાઓના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ, અર્જુનસિંહ, ઓખાભાઈ તથા પો.કોન્સ પ્રકાશચંદ્ર,પ્રકાશભાઈ* . નાઓ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે *પાંથાવાડા પોસ્ટે હદ વિસ્તાર ના ગુંદરી ગામની સીમમાં હોટલ સાઈનાથ પાસે લૂંટ કરેલ* તે લૂંટનો આરોપી *અશોક કુમાર અશોક કુમાર અંબારામ વિષ્ણુ રહે બાવલા સાચોર* વાળાઓ નેનાવા માર્કેટ પાસે આવેલ છે જે બાતમી હકીકત આધારે તેમજ સાયબર સેલના *પો.કો. મહેશભાઈ તથા આશિષભાઈ* નાઓની મદદ મેળવી સદરે ઈસમ ને પકડી પાડી *પાંથાવાડા પો.સ્ટે  ગુના રજી નંબર 11195036220048 ઇ. પી. કો કલમ 394,114 આ મુજબનો* ગુનો દાખલ થયેલ હોય અને ગુનો અનડીટેક હોય જેથી ગુનો ડિટેક કરી આગળની કાર્યવાહી માટે ધાનેરા પોલીસ સ્ટેશન સોંપી પાથાવાડા પોસ્ટેને જાણ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here