ગોધરા ખાતે મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લેતા ખર્ચ નિરીક્ષક નેહા સહાય (IRS)

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૮- પંચમહાલ સંસદીય મત વિસ્તાર માટે કલેકટર કચેરી,ગોધરા ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.મીડિયા સર્ટીફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી અંતર્ગત આ સેન્ટર ખાતે ઇલેક્ટ્રોનિક,પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ,જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર બાબતે રાઉન્ડ ધ કલોક નજર રાખવામાં આવી રહી છે.

ચૂંટણી પંચ દ્વારા ૧૮- પંચમહાલ સંસદીય મતદાર વિભાગ માટે નિયુક્ત થયેલા ખર્ચ નિરીક્ષકશ્રી નેહા સહાય (IRS)એ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમાર સાથે મીડિયા સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચન કર્યા હતા.આ તકે મીડિયા નોડલ અધિકારી અને નાયબ માહિતી નિયામક સુશ્રી પારુલ મણિયારે નિરીક્ષકશ્રીને મીડિયાલક્ષી માહિતી અને સ્થાનિક ચેનલોના મોનિટરીંગ અંગેની જાણકારીથી વાકેફ કર્યા હતા.આ સાથે ડેઇલી અને વિકલી રિપોર્ટ,સમાચારના પ્રેસ કલિપિંગ્સ,રેકોર્ડિંગ બાબતે માહિતગાર કર્યા હતા.ખર્ચ નિરીક્ષકશ્રીએ સમગ્ર કામગીરી નિહાળીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આશિષ કુમાર,ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ.પી.કે.ડામોર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here