પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી તથા ખર્ચ નિરીક્ષકશ્રી નેહા સહાયની અધ્યક્ષતામાં ગોધરા ખાતે બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ)/નવાઝ શેખ :-

ખર્ચ,ઇન્કમટેક્સ,લીડ બેંક,એમ.સી.સી,જી.એસ.ટી સહિતના સબંધિત નોડલ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ખર્ચ નિરીક્ષણ અંગે ચર્ચા કરાઈ

આગામી તા.૭ મેના રોજ યોજાનાર ૧૮ પંચમહાલ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે ખર્ચ નિરીક્ષક તરીકે શ્રી નેહા સહાય (IRS)ની નિમણૂંક કરવામાં આવી છે.

આજરોજ ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આશિષ કુમાર અને ખર્ચ નિરીક્ષકશ્રી નેહા સહાયની અધ્યક્ષતામાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ સાથે ખર્ચ નિરીક્ષણ અંગે બેઠક યોજાઈ હતી.

બેઠકની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમારે ખર્ચ નિરીક્ષકશ્રી નેહા સહાયનો પરિચય આપી બેઠકમાં તેમનું સ્વાગત કરીને બેઠકનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.તેમણે ચૂંટણીમાં ઉમેદવાર તરફથી કરવામાં આવતાં ખર્ચનું નીરિક્ષણ રાખવા તથા તેની યોગ્ય રીતે નોંધણી થાય તથા તે અંગેના હિસાબોને નિભાવવામાં આવે તે માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. ખર્ચ નિરીક્ષકશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓનો પરિચય મેળવીને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરીથી અવગત થયા હતા.

આ બેઠકમાં વિવિધ નોડલ અધિકારીશ્રીઓ દ્વારા ખર્ચ, ઇન્કમટેક્સ,લીડ બેંક,એમ.સી.સી,જી.એસ.ટી,એમ.સી.એમ.સી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે ખર્ચ નિરીક્ષકને અવગત કરાવ્યા હતા.તેમણે આદર્શ આચારસંહિતા અમલી બન્યા પછીથી AEOs, FSTs,SSTs, VSTs,VVTs,ATs, MCMC, 24*7 કંટ્રોલ રૂમ જેવી ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિશદ સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત, ચૂંટણી ફરજ માટે નિયુક્ત કરાયેલા વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તેમજ ચૂંટણી ફરજ સોંપાયેલ સ્ટાફ, તેમને અપાયેલ તાલીમો, સિ- વિજીલ તેમજ હેલ્પલાઇન પર આવેલ આચારસંહિતા ભંગની ફરિયાદો અને તેના નિવારણ અર્થે કરાયેલી કામગીરી, સુવિધા એપ અંતર્ગત ઉમેદવાર તેમજ પક્ષને વિવિધ મંજૂરીઓ આપવાની કામગીરી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટેની તૈયારી, સ્ટેટિક સર્વેલન્સ ટીમની સંખ્યા અને સ્થળો તથા જપ્ત થયેલ હથિયારો, દારૂ, નાર્કોટિક્સ સહિતના ગેરકાયદેસર સામાનની માહિતી, સુરક્ષા માટે સી.આર.પી.એફ. કંપનીઓની તૈનાતી વગેરે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની જાણકારી મેળવી હતી.

આ બેઠકમાં ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ વડાશ્રી હિમાંશુ સોલંકી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ.પી.કે.ડામોર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here