સરસ્વતી પો.સ્ટે. વિસ્તારમા બનેલ લુંટનો ગુનો ગણતરીની મીનીટોમા ડીટેક્ટ કરી લુંટમાં ગયેલ રોકડ સહિત ત્રણ ઇસમોને પકડી પાડતી થરા પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર

ડીસા, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

લુંટમાં ગયેલ રોકડ ૩.૪,૦૬,૦૦૦/- માંથી રોકડ મુદ્દામાલ રૂ.૧,૯૭,૦૦૦/- તથા લુંટમાં વપરાયેલ વરના ગાડી એમ કુલ મુદામાલ રૂ.૫.૯૭,૦૦૦/- રિકવર કરાયો

પોલીસ2સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ અ.હેડ કોન્સ. પ્રહલાદભાઇ ગણેશભાઇ બ.નં.૧૭૨૭ તથા અ.પો.કોન્સ. હિતેશભાઇ વિરમભાઇ બ નં.૨૦૫૧ તથા અ.હેડ.કોન્સ. દેવશીભાઇ લક્ષ્મણભાઇ બ.નં.૧૨૮૨ તથા ડ્રા.પો.કોન્સ.પાંચાભાઇ ભલાભાઇ બ.નં.૭૩૨ તથા અ.હેડ.કોન્સ. ભરતસિંહ શાંતુભા બ.નં.૧૫૫૩ તથા અ.પો.કોન્સ. મહેશભાઇ વીરાભાઇ બ.નં.૧૬૪૬ તથા અ.પો.કોન્સ. સાગરભાઇ વેરશીભાઇ બ.નં.૯૩૦ તથા જીતેન્દ્રકુમાર રાજાભાઇ બ.નં.૧૫૯૧ એ રીતેના અમે થરા પોલીસ સ્ટેશન વિસ્તારમા મિલ્કત સબંધી ગુનાઓ સબબ વોચ, તથા પ્રેટ્રોલીંગમાં હતા. દરમ્યાન શ્રી.એ.બી.ભટ્ટ પો.સ.ઇ. એલ.સી.બી.પાલનપુર નાઓ અમોને જણાવેલ કે એક કાળા કલરની વરના ગાડી ઉંદરા તા.સરસ્વતી મુકામેથી લુંટ કરી થરા બાજુ આવે છે તો નાકાબંધી કરાવો અને અમે પણ વોચ તપાસમા છીએ તેવી ખાનગી હકીકત આધારે અમો તથા શ્રી.એ.બી.ભટ્ટ પો.સ.ઇ. તથા મુકેશભાઇ ડાહ્યાભાઇ એ.એસ.આઇ. બ.નં.૯૫ તથા કિસ્મતજી નટવરજી અ.હે.કો.બ.નં.૧૫૦૧ તથા જયપાલસીંહ સજુભા આ.પો.કો.બ.નં.૬૩૬ તમામ નોકરી એલ.સી.બી.પાલનપુર નાઓ તથા થરા પોલીસ સ્ટેશનના માણસો અમો બધા સાથે સદર હકીકત વાળી ગાડીની વોચ તપાસમાં હતા તે વખતે ટોટાણા ગામ તરફથી એક કાળા કલરની વરના ગાડી આવતી હોય જે ગાડીને અમોએ તથા સાથેના માણસોએ ચારે બાજુથી કોર્ડન કરી લીધેલ અને સદર ગાડીમાં બેઠેલ ત્રણ ઇસમોનુ વારા ફરથી નામ-ઠામ પુછતા પ્રથમ નાગજીભાઇ ઉર્ફે લાલભાઇ હિરાભાઇ લલ્લુભાઇ જાતે.રબારી ઉ.વ.૨૬ રહે અબલુવા તા સરસ્વતી જી પાટણ વાળો તથા બીજો ગોવિંદભાઇ બાબુભાઇ ઇશ્વરભાઇ જાતે રબારી ઉ.વ.૨૩ રહે.ગણેશપુરા તા-સરસ્વતી જી.પાટણ વાળો તથા ત્રીજો ભાવુભા મરૂભા જાતે.વાધેલા ઉં.વ.૩૪ રહે.વડા-માવણી પાટી તા-કાંકરેજ વાળો હોવાનુ જણાવેલ અને તેઓને નંબર વગરની ગાડી કોની માલિકીની છે તે બાબતે પુછતા ગલ્લા તલ્લા કરતાહોય જે ગાડીના ચેચિસ નંબર ઇ-ગુજકોપ તથા પોકેટ કોપમા જોતા રમેશભાઇ અમૃતભાઇ દેસાઇ રહે પાટણ વાળાના નામે હોય જે માલિક બાબતે આરોપીને પુછતા તેઓ ભાંગી પડેલ અને સદર ગાડીનો ઉપયોગ લુંટના ગુનામા કરેલ હોવાની કબુલાત કરતા હોય જેથી સદરે ત્રણેય ઇસમોની અંગઝડતી કરતા ત્રણેય ઇસમો પાસેથી ભારતીય ચલણની અલગ-અલગ દરની ચલણી નોટોની કુલ રોકડ રકમ રૂ ૧,૯૭,૦૦૦/- મળી આવેલ જે ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ રોકડ રકમ રૂ.૧,૯૭,૦૦૦/- બાબતે તેઓની પાસે આધાર પુરાવા માંગતા સદર ત્રણેય ઇસમોએ ગોળ-ગોળ જવાબ આપી કોઇ સંતોષકારક જવાબ આપતા ના હોય જેથી સદરે ત્રણેય ઇસમોને વિશ્વાસમાં લઇ યુક્તી-પ્રયુક્તીથી પુછપરછ કરતા સદર ત્રણેય ઇસમો જણાવેલ કે અમો ત્રણેય જણા તથા અમારી સાથેના બીજા ત્રણ માણસો એમ અમો બધા સાથે મળી ઉંદરા ગામની સીમમાં અમારી વરના ગાડી તથા એક મોટર સાયકલ સાથે અમોએ એક ગાડી વાળાને તેની ગાડી સાથે ઉભો રાખાવી તેની પાસેથી રોકડ રૂપીયા ભરેલો થેલો હતો તે ઘેલો લઇ અમો છએ જણા ત્યાંથી નાશી ગયેલા હતા અને રસ્તામાં આવતા અમોએ આ થેલામાં ભરેલ રૂપીયા માંથી અમારી સાથેના હમીરજી ઠાકોર રહે.દિયોદર વાળાએ અમો ત્રણેય જણાને રૂ.૧,૯૭,૦૦૦/- આપેલા હતા અને તે રૂપીયાના ભાગ પાડી અમોએ રાખેલા હતા તેવી વાત કરતા સદર ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ રોકડ રકમ રૂ.૧,૯૭,૦૦૦/- તથા સદર ઇસમોના કબ્જા ભોગવટાની હુન્ડાઇ કંપનીની કાળા કલરની નંબર પ્લેટ વગરની વરના ગાર્ડી જે ગાડીનો ચેચીસ નં.MALCUATULCM055847D નો છે, જે ગાડીની કિ.રૂ.૪,૦૦,૦૦૦/ ની ગણી ત્રણેય આરોપીઓને પકડી પાડી તેઓની પાસેથી મળી આવેલ કુલ રૂ.૫,૯૭,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. ક.૧૦૨ મુજબ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

જે ઉપરોક્ત ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ રોકડ રકમ બાબતે ખાત્રી-તપાસ કરાવતા સરસ્વતી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૧૭૦૪૧૨૨૦૫૬૦/૨૦૨૨ ઇપીકો કલમ-૩૯૫,૩૯૮,૪૨૭, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ છે.

પકડાયેલ આરોપી (૧) નાગજીભાઇ ઉર્ફે લાલભાઇ હિરાભાઇ લલ્લુભાઇ જાતે.રબારી રહે. રહે અબલુવા તા-સરસ્વતી જી.પાટણ

(૨) ગોવિંદભાઇ બાબુભાઇ ઇશ્વરભાઇ જાતે રબારી રહે ગણેશપુરા તા-સરસ્વતી જી.પાટણ

(૩) ભાવુભા મકુભા જાતે વાઘેલા રહે વડા ભાવણી પાટી તા કાંકરેજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here