ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં વાહન ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમો ઝબ્બે..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પાલનપુરના ૮ સહિત કુલ ૧૫ જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો : ૨૬ મોટર સાયકલ કબજે

ભીડભાડવાળા સ્થળેથી મોટર સાયકલોની ચોરી કરી રાજસ્થાનના ગામડાઓમાં સસ્તા ભાવે વેચી દેતા હતા

બનાસકાંઠા જિલ્લા સહિત અમદાવાદ શહેર અને મહેસાણા તેમજ પાટણ જીલ્લાના વિવિધ પોલીસ મથક વિસ્તારોમાંથી વાહનોની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોને ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી પાડયા છે જેમાં પાલનપુર શહેર પશ્ચિમ અને પાલનપુર પૂર્વ પોલીસ મથક વિસ્તારના ૮ જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ જવા પામ્યા છે.

ગુજરાત રાજ્યના જુદાં જુદાં શહેરો અને જિલ્લાઓમાં મોટર સાયકલોની ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. ગાંધીનગર એલસીબીની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગાંવ ગામના હરેશ સતરારામ ભીલ તથા અમરત જવાનજી ભીલ અને પ્રવિણ સતનાજી ભીલ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ મોટર સાયકલોની ચોરી કરી રાજસ્થાનમાં લઇ જઇ વેચી રહ્યા છે અને આજે હરેશ ભીલ તથા અમરત ભીલ અમદાવાદથી બે ચોરીના મોટર સાયકલો લઈ નીકળેલ છે. જે કલોલ હાઈવે થી રાજસ્થાન તરફ જનાર છે. જે ચોક્કસ બાતમી આધારે ઉપરોક્ત બન્ને ઈસમોને ઝડપી પાડી તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા અને તેમની પાસેના મોટર સાઇકલના આધાર પુરાવા માંગતા સમગ્ર વાહન ચોરીનો ભાંડો ફૂટી ગયો હતો. અને તેમની સાથે તેમના ગામના અન્ય એક મિત્ર પ્રવીણ ભીલ સાથે મળી ગુજરાતના અલગ અલગ સ્થળે ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. અમદાવાદ શહેર, બનાસકાંઠા જિલ્લો, મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથક વિસ્તારના કુલ ૧૫ જેટલા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. પોલીસે ત્રણેય આરોપી પાસેથી કુલ ૨૬ જેટલા મોટરસાયકલો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાએ કોઇની નજર ના પડે તે રીતે મોટરસાઇકલોના લોક ખોલી તેની ચોરી કરતા અને ચોરી કરેલ મોટરસાયકલ તેમના અન્ય સાગરીત પ્રવીણ નો સંપર્ક કરી રાજસ્થાનના જુદા જુદા અંતરિયાળ ગામોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.

કયા કયા વાહન ચોરીના ભેદ ઉકેલાયા

અમદાવાદ શહેરના ચાંદખેડા અને વાસણા પોલીસ સ્ટેશન તેમજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પશ્ચિમ અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન તેમજ મહેસાણા જિલ્લાના મહેસાણા સીટી બી ડીવીઝન અને ઊંઝા પોલીસ સ્ટેશન તેમજ પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ મથક વિસ્તારના વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયા છે.

મોટર સાયકલ રાજસ્થાનના ગામડાઓમાં સસ્તા ભાવે વેચી દેતા હતા

ગુજરાતના અલગ અલગ પોલીસ મથક વિસ્તારોમાંથી મોટર સાયકલોની ચોરી કરી આરોપીઓ રાજસ્થાનના અંતરિયાળ ગામોમાં સસ્તા ભાવે મોટર સાયકલો વેચી દેતાં હતાં. ભીડભાડવાળી જગ્યાએથી કોઇની નજર ના પડે તે રીતે મોટરસાયકલના લોક ખોલી ચોરી કરીને તેમના સાગરીત પ્રવિણનો સંપર્ક કરી રાજસ્થાન મોકલી દીધાં હતાં.

ઝડપાયેલા આરોપીઓના નામ

૧.હરેશ સતરારામ ભીલ રહે.ગારવાયા, બડગાવ, જી ઝાલોર રાજસ્થાન

૨.અમરત જવાનજી ભીલ રહે.ગારવાયા, બડગાવ, જી. ઝાલોર રાજસ્થાન

૩.પ્રવિણ સતનાજી ભીલ રહે.મામા કોલોની બડગાવ, તા.રાણીવાડા, રાજસ્થાન..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here