કાલોલ નગરપાલિકા કોમ્યુનિટી હોલમાં 14 મી ઓગસ્ટ 1947ની આથી મધ્ય રાત્રે  આઝાદીની પૂર્વ સંધ્યા દિવસની ઐતિહાસિક ઉજવણીના માધ્યમથી ખુબજ ઉત્સાહપૂર્વક સંયુક્ત કાર્યક્રમ કરવામાં આવ્યો..

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

આજથી લગભગ ૭૫ વર્ષ પહેલા જ્યારે 14.મી ઓગસ્ટ 1947ના રોજ અડધી રાતે 00:07થી 00:27ના વચ્ચે ભારતને જ્યારે પહેલી વાર એક આઝાદ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો ત્યાં કોઇ ટીવી ચેનલ નહતા ના જ કોઇ ઇન્ટરનેટ અને ના જ ટ્વિટર, કે જેનાથી તમને પળે પળની ખબરો મળી શકે. તે તેવો સમય હતો જ્યારે ખાલી રેડિયો સમાચારોનું એક માત્ર માધ્યમ હતા. ત્યારે દેશના અનેક લોકો આઝાદ ભારતની ઉજળી સવારની રાહ જોઇને બેઠા હતા.
15 ઓગસ્ટ જ્યારે આઝાદ ભારતમાં સવારનું છાપું લોકોના ઘર આંગણે આવ્યું. ત્યારે દેશના તમામ શહેરોમાં ઢોલ નગાડા અને ઉત્સવની તૈયારીઓ થઇ રહી હતી. દરેક જગ્યાએ ખુશીઓ છવાઇ હતી. ત્યારે આ ખુશીનો આ યાદગાર દિવસ સાફ જોવા મળે છે. આ એક માત્ર રંગીન લમહો છે જેમાં આપણા દેશના તે ઐતિહાસિક દિવસને કેદ કરવામાં આવ્યો છે.
                   
આજે કાલોલમાં નગરપાલિકા કોમ્યુનિટી હોલમાં ૧૪ મી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવાનો દરેકને અનેરો ઉત્સાહ રહે છે. કાલોલ આંગણવાડી શાળા તેમજ કાલોલ તાલુકા પંચાયત અને મામલતદાર સ્ટાફ સહિત એની પૂર્વ તૈયારીઓ કરવામાં આવી હતી. આજેના દિવસે આપણો દેશ અંગ્રેજોની બે સદીની ગુલામીમાંથી મુક્ત થયો હતો. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરનારા આપણા વીર સપુતોને શ્રધાંજલી આપવાનો અને એમણે દર્શાવેલ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો આજનો દિવસ.
આજે અમારી ૭૫ માં સ્વતંત્રતાદિનની ઉજવણી ખુબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. તેમજ આ કાર્યક્રમ આમંત્રિત મહેમાનોની હાજરીમાં કાલોલ નગરપાલિકા પ્રમુખ સૈફાલી બેન તાલુકા પંચાયત ટીડીઓ સેજલ બેન સંગાડા તેમજ તમામ તલાટી સ્ટાફ મામલતદાર જાદવ સાહેબ તેમજ નાયબ મામલતદાર મનોજ મિશ્રા સાહેબ અને પુરવઠા મામલતદાર મોદી સાહેબ અને મામલતદાર સ્ટાફ  તેમજ કાલોલ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ વિજયભાઈ આંગણવાડી શિક્ષકો , તથા બાળકો અને ગ્રામજનોએ સાથે મળી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. તેમજ આંગણવાડી બાળકોએ દેશભક્તિના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બનાવી દીધું હતું.
આજના કાર્યક્રમમાં શાળાના બાળકોએ બાળવાર્તા . વક્તવ્ય , દેશભક્તિ ગીત વગેરે યોગા કલાત્મક રજુ કરી આમંત્રિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.અને સાચા અર્થમાં આજના પર્વની ઉજવણી કેવી રીતે કરવાની પર્વનું મહત્વ સાર્થક થાય એ સમજાવ્યું હતું.સૌને આજના પર્વની શુભેચ્છાઓ પાઠવી. તેમજ કાલોલ ગામની વધુ પ્રગતિની શુભેચ્છાઓ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here