ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આર્થિક સહાય મેળવવા નોંધણી કરાવવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

સહાયથી વંચિત રહેલા શ્રમિકોને નોંધણી કરાવવા ૩૧ માર્ચ સુધીનો સમય

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખીને “ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ” અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લાભાર્થીના આધારલિન્ક્ડ બેંક ખાતામાં PFMS દ્વારા રૂા. 1,000/- ની આર્થિક સહાય ચૂકવણી કરવાનું ઠરાવેલ છે. આ ઠરાવમાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ કુલ 6.38 લાખ બાંધકામ શ્રમિકોને પણ આવરી લેવામાં આવ્યા છે. જે બાંધકામ શ્રમિકોના આધાર લિન્ક્ડ બેંક ખાતામાં રૂ. 1,000/- ની સહાય ચૂકવવામાં આવી છે, જેની યાદી બોર્ડની વેબસાઈટ પર પણ મૂકવામાં આવી છે. જયારે બાકી રહેતા નોંધાયેલ બાંધકામ શ્રમિકોના ડેટા અયોગ્ય કે અધૂરા હોય જેમ કે આધાર નંબર ખોટા હોય, બેંકની વિગત અપૂરતી હોય, બેંક ખાતુ આધાર લીંક ન હોઈ, બેંક ખાતું બંધ હોય વગેરે કારણોસર નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય તેઓના બેંક ખાતામાં જમા કરાવી શકાતી નથી. આમ જે નોંધાયેલ (લાલ બુક ધરાવતા) બાંધકામ શ્રમિક આર્થિક સહાયથી વંચિત છે, તેવા બાંધકામ શ્રમિકો તેમની વિગતો બોર્ડના પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in/registrationform પર રજૂ કરી શકશે, બાંધકામ શ્રમિક પોતાના રેડબુક (ઓળખ પત્ર) નંબરને આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઈન સબમીટ કરાવવાનો રહેશે. બોર્ડ/ NIC દ્વારા તેઓની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થિક સહાયની ચુકવણી નાગરિક પુરવઠા વિભાગ કરી શકશે. જેથી યાદીમાં જણાવાયું છે કે બાકી રહી ગયેલ નોંધાયેલા બાંધકામ શ્રમિકોએ તેમની વિગત આગામી ૩૧ માર્ચ,2021 પહેલા સબમિટ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, ત્યારબાદ કરવામાં આવેલ અરજીઓ અસ્વીકાર્ય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here