નેશનલ વોટર મિશન જલશક્તિ અભિયાન અંતર્ગત જળસંરક્ષણ વેબીનાર યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકુદ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા નેશનલ વોટર મિશન જલશક્તિ અભિયાન કેચ ધ રેઇન જલસરક્ષણ વેબીનાર યોજાઈ ગયો,
ભારત સરકાર દ્વારા હાલમાં જળ સંકટ નિવારણ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેના ભાગ રૂપે નહેરુ યુવા કેન્દ્ર ગોધરા દ્વારા નેશનલ વોટર મિશન કેચ ધ રેઇન જળ સંરક્ષણ વેબીનાર યોજાઈ ગયો. આ વેબીનારમાં જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલ ચોરમલેએ નહેરુ યુવા કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. તથા જળની શુદ્ધતા અને વરસાદી જળને સાચવવાનું મહત્વ સમજવ્યું હતું. ત્યાર બાદ વેબીનારના મુખ્ય વક્તા અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર સન્માનિત લેખક ડૉ રાજેશ વણકરે પોતાના વક્તવ્યમાં દુનિયામાં પીવાલાયક પાણી આજે ફક્ત એક ટકા કરતા પણ ઓછું છે. દર વર્ષે વિશ્વમાં લાખો લોકો પાણીના રોગોના કારણે અવસાન પામે છે. પાણીને આપણે નહિ સાચવીએ તો પાણી આપણો ભોગ લેશે. એવી એક આગાહી કરવામાં આવી છે કે હવેનું વિશ્વયુદ્ધ પાણી માટે લડાશે. વક્તાએ વરસાદનું પાણી સાચવવા માટે ખેતતલાવડીઓ, ભૂગર્ભ ટાકા, તળાવો ઊંડા કરવા, ચેક ડેમ બાંધવા વગેરે ઉપાયો સૂચવ્યા હતા. ગટરો, નદી નાળા, મેડિકલ અને ઇલેક્ટ્રિક કચરો વગેરેથી થતા પાણીના નુકસાન અંગે રાખવાની સાવચેતીઓ અંગે સૂચનો આપ્યાં હતાં. ખેતી અને પશુપાલનને નુકશાન કરતાં રાસાયણિક તત્વો કરતાં કુદરતી તત્વોનો ઉપયોગ કરવા સૂચન આપ્યું હતું.
આ વેબીનારમાં આશરા સઁસ્થાના ડાયરેક્ટર ઈશ્વરભાઈ યોગી, પ્રોફેસર પરેશ પટેલ,ડૉ મહેશ ચૌહાણ, પરેશ સુથાર, જ્યોતિ અમીન પટેલ વગેરે મહાનુભાવો જોડાયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો, વિધાર્થીઓ, ગ્રામજનો પણ ઓનલાઇન જોડાયા હતા. વેબીનારના અંતે પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here