ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત કરી

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસની શરૂઆત કરી હતી જિલ્લાના વિવિધ ગામો તેમજ તાલુકાઓની મુલાકાત કરી હતી ત્યાર બાદ સી.આર પાટીલ બોડેલી ખાતે આવતા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સી.આર પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સી.આર પાટીલે ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને બોડેલી નજીક આવેલ સ્કૂલ ખાતે બેઠક કરી હતી.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર પાટીલ ગઇકાલે છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસની શરૂઆત કરી હતી.ગઈકાલે સવારના સમયે સંખેડાના ગોલાગામડી ખાતે કાર્યક્રમ પૂર્ણ કરી સી.આર પાટીલ જિલ્લાના લોટિયા,  પાવીજેતપુર, છોટાઉદેપુર, કવાંટ, નસવાડીની મુલાકાત લીધી હતી ત્યાર બાદ રાત્રે  સી.આર પાટીલ બોડેલીના અલીપુરા વિસ્તારમાં ગજાનંદ કોમ્પ્લેક્સ સામે આવેલ ભાજપ કાર્યાલય ખાતે આવતા કાર્યકર્તાઓ દ્વારા ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સી.આર પાટીલે ભાજપ કાર્યકલયનું ઉદ્ઘાટન કર્યું હતું જેમાં સાંસદ ગીતા બેન રાઠવા સહિત ભાજપના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ બોડેલી નજીક આવેલ ભક્ત ઈંગ્લીશ મીડિય સ્કૂલ ખાતે સી.આર પાટીલે આગેવાનો, સંતો, તેમજ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી  બેઠક પૂર્ણ કરી કોઈ કારણોસર સી.આર પાટીલ બોડેલીથી રવાના થયા હતા   આજે તેઓના બોડેલી તાલુકામાં યોજાનાર બે કાર્યક્રમ હતા તે રદ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here