ખેલ મહાકુંભમાં ઓક્ઝિલિયમ કોન્વેન્ટ હાઇસ્કૂલની ઝીલ પાટીલ વિજેતા બની

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

ગુજરાત રાજ્ય સ્પોર્ટ ઓથોરિટી દ્વારા વડોદરા શહેર ખેલ મહાકુંભ નું વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઓક્ઝિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી ઝીલ પાટીલે તેના કેરિયરમાં ટેકવાનડોની કોમ્પિટિશનમાં પહેલીવાર અન્ડર 14મા ભાગ લઈ થર્ડ પોઝીશન/ બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા બની હતી ઝીલ પાટીલ જીત બદલ તેની સ્કૂલના પ્રિન્સિપાલ ફિલોમીના લોબો તથા તેના પીટી ટીચર ભરત પટેલ નાઓએ આનંદ વ્યક્ત કરેલ હતો ઝીલ પાટીલ પ્રતીક કરાટે એકેડેમીમાં પ્રતીકસર તથા અનુપસર જોડે કરાટે ની ટ્રેનિંગ લે છે તે 12વર્ષની ઉંમરમાં કરાટેમાં અથાક પરિશ્રમ કરી બ્લેક બેલ્ટ ની ડીગ્રી મેળવેલ છે આ અગાઉ પણ તેનીએ રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાની ઘણી કોમ્પિટિશનોમાં મેડલ જીતેલ છે ઝીલ પાટીલનો ભાઈ આર્યન પાટીલ પણ ખેલ મહાકુંભમાં બે દિવસ અગાઉ જ કરાટે તથા ટેકવોન્ડો ફર્સ્ટ રેન્ક સાથે વિજેતા બનેલ છે એક જ પરિવારના ભાઈ બહેનને આ રીતે વિજય બનતા તેના માતા પિતાએ પણ આનંદની લાગણી અનુભવે છે આ ભાઈ બહેન વડોદરા શહેરના ગૌરવ સમાન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here