કાલોલના વેપારીઓ સાથે બજારનો સમય બદલવા બાબત પ્રાંત અધિકારીની મીટીંગ.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલના વેપારી મહામંડળ દ્વારા મામલતદાર તથા નગરપાલિકાને આવેદનપત્ર આપી કોરોનાના કેસો વધતા બજારનો સમય સુનિશ્ચિત કરવા આવેદનપત્ર આપ્યું હતું જે અન્વયે ગુરૂવારે બપોરના ૧૨:૩૦ કલાકે નાયબ કલેકટર અને પ્રાંત વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં કાલોલ નવમામલતદાર પી .એમ જાદવ, નગરપાલિકા પ્રમુખ કિરીટભાઈ પટેલ, નગરપાલિકા મુખ્ય અધિકારી મહેન્દ્ર સોલંકી તથા કાલોલ નગરપાલિકાના સભ્યો, વેપારીઓ અગ્રણી નાગરિકો હાજર રહ્યા હતા પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાએ જણાવ્યું કે આરોગ્ય ટીમ જ્યારે પણ સર્વે કરવા આવે ત્યારે સાચી માહિતી આપવા માટે લોકોને જાગૃત કરીએ, કામ વગર ઘરની બહાર ન નીકળીએ, પોતાના તથા પોતાના કુટુંબની સાચી માહિતી પૂરી પાડીએ, માસ્કનો ઉપયોગ કરીએ, સામાજીક અંતર રાખીએ, કન્ટેન્ટમેન ઝોનમાંથી બહાર ન નીકળીએ તો ચોક્કસ કોરોનાને હરાવી શકીશું. વેપારી મંડળ સ્વેચ્છાએ બજાર બંધ રાખવા ઇચ્છતો હોય તો તે રાખી શકે છે. સામાજીક જાગૃતી લાવવા માટે સૌ આગેવાનોએ આગળ આવવું પડશે, લોકોમાંથી કોરોનાનો ડર દૂર કરાવવો પડશે નગરપાલિકા કે પોલીસ એકલાથી આ કાર્ય નહિ થઈ શકે તેને માટે કોર્પોરેટર સહિત આગેવાનોએ પ્રયત્ન કરવો પડશે. વેપારીઓ તથા આગેવાનો એ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી દુકાનોનો સમય સવારે નવ થી બપોરે ચાર વાગ્યા સુધીનો કરવા માંગ કરી હતી જે અંગે નાયબ કલેકટરે જણાવ્યું કે આપ સૌ પહેલ કરી પાલિકાને સાથે રાખી નિયમ બનાવો પાલિકા પ્રમુખ કિરીટભાઈએ જણાવ્યું હતું કે વેપારી મિત્રો સ્વયં પોતે સાવધાની રાખે, નિયમોનું પાલન કરે અને તે મુજબ તમામ નગરજનો સાવધાની રાખે તો કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય.

કાલોલ તાલુકા પંચાયતના સભાખંડમાં નગરજનો, વેપારીઓ, અગ્રણીઓ અને કોર્પોરેટરો સાથે નાયબ કલેકટરની બેઠક મળી તેની તસ્વીર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here