કોવિડ-૧૯ અપડેટ પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૩૦ કેસ નોંધાયા…

ગોધરા,(પંચમહાલ)

૨૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ,જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૧૨ થઈ

કલ કેસનો આંક ૧૭૯૮ થયો, કુલ ૧૩૯૭ વ્યક્તિઓએ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૩૦ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૭૯૮એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલકુલ કેસનો આંક ૧૭૯૮ થયો, કુલ ૧૩૯૭ વ્યક્તિઓએ કોરોનાને માત આપ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૨ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૮ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૫, હાલોલમાંથી ૦૬ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૪૨૧ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૩, હાલોલ ગ્રામ્યમાંથી ૨, શહેરા ગ્રામ્યમાંથી ૨ અને કાલોલ ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૩૭૭ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૨૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૩૯૭ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૩૧૨ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here