કોવિડ-૧૯ અપડેટ : પંચમહાલ જિલ્લામાં ગતરોજ કોરોના સંક્રમણના નવા ૩૪ કેસ નોંધાયા

ગોધરા,(પંચમહાલ)
શાહનુંમાં કાલુ

૫૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૦૧ થઈ, કુલ કેસનો આંક ૧૭૩૯ થયો,
કુલ ૧૩૫૨ વ્યક્તિઓએ કોરોનાને માત આપી

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના કુલ ૩૪ નવા કેસ મળી આવ્યા છે. આ સાથે કુલ કેસની સંખ્યા ૧૭૩૯ એ પહોંચી છે. જો કે તે સામે કુલ ૫૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા મળતા જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૩૦૧ થવા પામી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૨૫ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૯ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૧૭, હાલોલમાંથી ૦૬ અને કાલોલમાંથી ૦૨ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૩૪૩ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૨, હાલોલ ગ્રામ્યમાંથી ૦૪, કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ અને ઘોઘંબા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૩૬૧ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૫૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૩૫૨ થવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here