કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કામાં તિલકવાડાં ખાતે 100 વધુ પોલીસકર્મીઓને કોવિડ 19 રસીકરણ આપવામાં આવી

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ના ડો.આર.જે.રંજન ના માર્ગદર્શન મુજબ અને ડૉ કલ્પેશ રાઠવા ની નિગરની માં કોવિડ 19 રસી ના બીજા તબક્કાના પ્રથમ દિવસે 100 વધુ પોલીસકર્મીઓને કોવિડ વેકસીનેસન હેઠળ આવરી લેવામાં આવ્યા છે જેમાં તિલકવાડાં પોલીસ માં સેવા આપી રહેલા પોલીસ કર્મીઓ.હોમગાર્ડ ના જવાનો અને જી.આર.ડી ના જવાનો નો સમાવેશ થાય છે.

સમગ્ર વિશ્વ અને દેશ માં કોરોના વાઇરસે હા.હા કાર મચાવ્યો છે અને સમગ્ર દેશ માં કોરોના વાઈરસ ને ડામવા સરકાર દ્વારા દેશમાં તબક્કા વાર લોકડાઉન કરી દેવામાં આવ્યું હતું એ સમયગાળા દરમિયાન કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ .ડોક્ટરો.તેમજ પોલીસ જવાનો હતા હાલમાં ભારતીય બનાવટ ની કોરોના વાઇરસ ની વેકસીન ભારતમાં આવી ગઈ છે ત્યારે પ્રથમ કોરોના વાઇરસ ની વેકસીન આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવી હતી ત્યારે બાદ દેશ ની સુરક્ષા માંટે અડગ રહેતા પોલીસ જવાનો ને પણ વેકસીન આપવામાં આવી છે.

જે અન્વયે બીજા તબક્કાના કરાયેલા કોવિડ વેકસીનેસન માં તિલકવાડા પોલીસ સ્ટેશનના PSI એમ બી વસાવા.ASI બળવંતભાઈ ASI સુભાષભાઈ ASI અરવિંદ ભાઈ પો.કો ગજેન્દ્રભાઈ પો.કો મહેશભાઈ પો.કો રાજેશભાઈ જીતેન્દ્રભાઈ સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ આજે તિલકવાડા નગર ની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ 19 વેકસીન નો પ્રથમ ડોઝ લીધો હતો.

તિલકવાડા પોલીસ સ્ટેશનના PSI એમ બી વસાવા કોવિડ વેકસીન નો ડોઝ લઈ શરૂઆત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે આજે મેં કોવિડ 19 ની રસી લીધી છે આ રશિથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી તેમ જ આ વેક્સિનેશન થી કોઈએ ગભરાવાની જરૂર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here