કૉંગ્રેસનો ગઢ ગણાતો apmcની પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણીમા ભાજપે ગાબડુ પાડ્યું

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

“કૉંગ્રેસના માજી ધારાસભ્ય ભાજપ મા જોડાતા પરિવર્તન આવ્યુ”

વર્ષોથી નસવાડી apmc કૉંગ્રેસના હાથમા હતી તેને ભાજપે ઝડપી લીધી”

નસવાડી ખાતે આજરોજ apmc ની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી મા બન્ને ઉમેદવારો બિન હરીફ વિજેતા જાહેર થયા જે આજ સુધીના ઇતિહાસમા પહેલી વખત ભાજપ નો ભગવો લહેરાયો છે જેમા પ્રમુખ હિમ્મતસિંહ રામસિંહ ચૌહાણ અને ઉપપ્રમુખ જેઠાભાઇ જમનાદાસ ભીલ ની વરણી કરવામા આવી છે જેને લઈ ભાજપની છાવણીમા આનંદ જોવા મળેલ છે આ પ્રસંગે સંખેડા ધારાસભ્ય અભેસિહં તડવી અને ભાજપ જીલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા હાજર રહી શુભકામનાઓ પાઠવવામા આવી હતી ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો અને કાર્યકરો શુભેચ્છા પાઠવવા આવી પહોંચ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here