કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સાથે લાઇવ સંવાદમાં જોડાઇ સોયલા ગામના સરપંચશ્રી નારણભાઈ જોષીએ વાત કરી

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

મળતી વિગતો મુજબ આ સમયે રૂપાલા સાહેબે *બનાસ ડેરી ના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ ના વખાણ કર્યા* અને શંકરભાઈ ચૌધરી સાહેબ ને તેમજ બનાસકાંઠા ના સાંસદશ્રી પરબતભાઇ પટેલ સાહેબને એમની યાદ આપવાનુ  નારણભાઇને કહયુ
                કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અને વી એલ ઈ નો માનનીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલા સાહેબ સાથે સીધો સંવાદ યોજાયો.
                     કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરના સંચાલક પ્રવિણભાઈ જોષી તેમજ સોયલા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નારણભાઈ જોશી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધી વાતચીત કરી. આ વાતચીત દરમિયાન શ્રી પુરૂષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના બનાસકાંઠા પ્રવાસ વિશે વાતચીત કરી,  સાથે સાથે પ્રાકૃતિક ખેતી તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે પણ ચર્ચા કરી. આ પ્રસંગે  જિલ્લા મેનેજર સંજય પ્રજાપતિ અને વિનોદ રાણાવસિયા તથા જિલ્લા કોર્ડીનેટર ભરત ચૌધરી તેમજ ડોક્ટર કે.એમ.પટેલ મદદનીશ પશુપાલન નિયામક તથા ડોક્ટર ડી.ડી.પટેલ  વેટરનરી ઓફીસર ભીલડી  તથા સુરેશભાઇ સિલ્વા ભાજપ ભીલડી મંડળ મહામંત્રી તથા ત્રિભોવનભાઈ જોશી સોયલા દૂધ મંડળી ચેરમેન તેમજ જુની  ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનુભાઈ  જોશી તેમજ આજુબાજુના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here