રાજપીપળા ખાતે પયગંબર મોહમંદ (સ. અ. વ. સ.) ના જન્મ દિવસ ઇદે મિલાદની ભારે ઉમંગ ઉત્સાહ સાથે ઉજવણી કરાઇ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા જામા મસ્જિદ ની મુસ્લિમ બિરાદરો એ અદબો એહતેરામ શ્રદ્ધા અને સાથે ઝુલુસ કાઢી ભાઈચારા નો સંદેશ પાઠવ્યો

ઇસ્લામ ધર્મ ના સ્થાપક અને સમગ્ર વિશ્વ ને માટે શાંતિ, ભાઈચારો, એખલાસ અને પરસ્પર પ્રેમ નો સંદેશ લઇ ને આવેલ પયગંબર મોહમ્મદ સાહેબ ના જન્મ દિવસ ને ઈસ્લામ ધર્મના અનુયાયીઓ ઇદે મિલાદ તરિકે ઉજવે છે, તેઓનાં જન્મ મા પવિત્ર માસ દરમિયાન ઠેર ઠેર વાયેજ ના કાર્યક્રમ, નિયાજો અકિડત, કુરાન શરીફ તિલાવત, દરુદો સલામ નાં કાર્યક્રમો યોજાય છે, અને તેમનાં ધાર્મિક અનુયાયીઓ દ્વારા પયગંબર સાહેબ દ્વારા આપવામા આવેલ નસીહત જેમા ભાઈચારો, આપસી મહોબ્બત, અમન શાંતિ પારસ્પરિક સંબંધ માં પ્રેમ ભાવના, ને પ્રબળ બનાવવા કુરિવાજો દુર કરવા જેવા સંદેશ પાઠવવામાં આવે છે ત્યારે આજરોજ ઇદે મિલાદ નો પાવન પર્વ હોય રાજપીપળા નગર મા પારંપરિક રીતે જુમ્મા મસ્જિદ પાસે થી એક વિશાળ જુલુસ પયગંબર મોહમ્મદ સાહેબ ના માં નીકળ્યું હતું જેમાં પયગંબર સાહેબ ના અનુયાયીઓ મોટી સંખ્યા મા જોડાયા હતા.

રાજપીપળા જુમ્મા મસ્જિદ ખાતે થી નીકળેલ વિશાળ જુલુસ માં સૈયદ ઘરાના ના આલીમો મહમ્મદ મિયા બાપુ, કાદરી બાપુ, શુભાની બાપુ, ઈમ્તિયાઝ કાદરી, નાઝીમઅલી કાદરી, સહિત નગર ના આગેવાનો તેમજ મોટી સંખ્યા મા લોકો જોડાયા હતા, જુલુસ પ્રસંગે ઠેર ઠેર નીયાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું, અને જુમ્મા મસ્જિદ ખાતે પયગંબર સાહેબના બાલ મુબારક ના દીદાર પણ કરાયા હતા જેથી સહુએ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here