બનાસકાંઠા : સમૌ મોટા પોલીસ ચોકીનો પોકાર…. અમારું તો કોઈ ધ્યાન રાખો…..

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સમય સમય ની વાત છે દરેક ના દિશા અને દશા બદલાય છે એક સમય એ ધમધમતી પોલીસ ચોકી આજે ઉજ્જડ બની ગઈ છે અંગ્રેજો ના સમય થી કાર્યરથ ચોકી નો વર્ષો થી દબદબો હતો અહીંયા હમણાં સુધી બે કરતા વધુ જમાદર હાજર રહેતા હતા 10 ગામ ની વચ્ચે એક જ પોલીસ ચોકી હતી ચોકી નો દબદબો હતો પણ સમય બદલાયો ચોકી ખંડેર બની અને જમાદર પણ વારે તહેવારે આવતા થયા એક સમય હતો ખુંખાર આરોપી ને પણ આ કોટડી માં રખાઈ ચુક્યા છે પણ હાલ આધુનિક યુગ તરફ દોડતું તંત્ર ને આ પોલીસ ચોકી માં કોઈ રસ ન હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે દશ ગામ ના લોકો એ પણ અનેક વાર ચોકી ને લઈ રજુઆત કરી ચુક્યા છે છતાં તંત્ર નિદ્રા માં છે ત્યારે હાલ સમય અને લોકો ની માંગ છે કે આ ચોકી નું નવીનીકરણ કરી ફરી ચાલુ કરવામાં આવે વર્ષો થી ચાલી આવતો દબદબો આજે ઇતિહાસ બની ગયો છે જે ફરી થી યથાવત રહે એ જરૂરી બન્યું છે સરકાર કરોડો રૂપિયા ખર્ચી ને પોલીસ સ્ટેશન ના અનેક આધુનિક મકાનો બનાવ્યા છે તો આ વર્ષો જૂની ચોકી ને રીપેર કરી યા નવીન બનાવવામાં કયો ગ્રહ નડે છે ડીસા રેજ માં આવેલી સમૌમોટા ની પોલીસ ચોકી જાને આજે પણ નવીનીકરણ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે સ્થાનિકો નવીનીકરણ અને અહીંયા એકાદ જવાબદાર અધિકારી હાજર રહે તેવી સતત માગ કરી છે જેથી આ વિસ્તાર માં સુલેહ શાંતિ જળવાઈ રહે અને લોકો પણ નિરાંતે રહી શકે પણ સરકાર અને તંત્ર ના કાગળ પર દાવા વચ્ચે ચોકી ફરી ક્યારે ધમધમતી બનશે એ કહેવું જ મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here