ડભોઇ તાલુકાના ભીમપુરા ખાતે નદીના કોતરમાં દીપડો દેખાતા ગ્રામીણોના જીવ પડીકે બંધાયા

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ તાલુકાના ભીમપુરા ગામે નદીના કોતરમાં નરી સાંજે ખૂંખાર દીપડો દેખાતા ગામવાસીઓ માં પોતાના અને પોતાના ઢોર ઢાકરોના જીવને લઈ ફફડાટ વ્યાપ્યો છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કાલે સાંજે ભીમપુરા નદીના કોતરમાં એક હિંસક દીપડો ખુલ્લો ભરતો દેખાતા ગામવાસીઓના જીવ પડીકે બંધાયા હતા જ્યારે આવા નરભક્ષી દીપડાઓ અવાર-નવાર જંગલ વિસ્તારમાંથી પોતાની ભૂખ અને તરસ બુઝાવવા ગામ તરફની વાત પકડી લેતા હોય છે. થોડાક જ સમય પહેલા ચાણોદના સીમાડા વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો જેને લઇ જંગલ ખાતાના કર્મચારીઓને જાણ કરાતા દિપડાને પાંજરે પુરવા ના ચક્રો ગતિમાન કરાયા હતા જેમાં તેઓને સફળતા પણ મળી હતી.
જ્યારે આવા જંગલી દીપડા ભૂખ અને તરસને લઈ ગામડાઓમાં આવી જતા કેટલીકવાર ગામમાં બાંધેલ ઢોર ઢાખરો ને પોતાનો શિકાર બનાવી જતા હોય છે જે ડર અને ભયના કારણે ખેતરમાં જતા ખેડુતો અને મજુરો તેમજ ગામના રહેવાસીઓ ચિંતામાં મુકાયા છે.
જ્યારે આ જંગલી દીપડા ને વહેલી તકે જંગલખાતા દ્વારા પાંજરૂ મુકી પાંજરે પુરાય તો ભીમપુરા અને નજીકના ગામના રહેવાસીઓ રાહતનો દમ લઈ ભય મુક્ત થાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here