કાલોલ : શ્રી પી.કે.એસ. હાઈસ્કૂલ ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવમાં આવી…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા:-

ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ સંચાલિત શ્રી પાનાચંદ ખેમચંદ સાર્વજનિક હાઈસ્કૂલ,ડેરોલ સ્ટેશન ખાતે સ્વ. સમીરભાઈ શાહની સ્મૃતિમાં જરૂરિયાતમંદ ૩૪ વિદ્યાર્થીઓને આર્થિક સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમા જરુરીયાત મંદ ૩૪ વિધાર્થીઓને ૭૫૨૫૦/- જેટલી રોકડ સહાયનુ વિતરણ કરવામાં આવ્યું.અમેરિકા સ્થિત સ્વ.સમીરભાઈ શાહના પિતાશ્રી તરફથી ૬૦૦૦૦/- અને શ્રી સુરેશ ભાઈ ચીમનલાલ શાહ તથા વિપીનભાઈ શાહ તેમજ શ્રી રમેશભાઈ ગીરધરલાલ દેસાઈ તરફથી દાન પ્રાપ્ત થતા જરુરીયાતમંદ આ ૩૪ વિધાર્થીઓને સહાય આપવામાં આવી.

શાળામાં અ‌ભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓ કે જેઓ ભણવામાં હોશિયાર હોય પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા ૩૪ વિધાર્થીઓને પસંદ કરવામાં આવ્યા. આ તમામ વિધાર્થીઓને જીવનમાં મુશ્કેલીનો સામનો કરી પ્રગતિ કરવા આહવાન કરવામાં આવ્યું. આ ઉમદા દાન આપવા બદલ શ્રી હર્ષદભાઈ શાહ તેમજ અન્ય દાતાશ્રીઓનો ડેરોલ સ્ટેશન વિકાસ મંડળ અને શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે અને અત્યંત હર્ષની લાગણી અનુભવે છે. આ પ્રસંગે ડેરોલ સ્ટેશન વિકાસ મંડળના પ્રમુખશ્રી જિનદાસ ગાંધી, ઉપપ્રમુખશ્રી ભરતભાઈ શાહ, મંત્રીશ્રી મહેશભાઈ રાણા, સદસ્ય શ્રીમતી અનસૂયાબેન ગાંધી ઉપસ્થિત રહ્યા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી વિષયના શિક્ષકશ્રી એચ.કે.પંડ્યા દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here