અરવલ્લી જિલ્લા ખાતે વેરહાઉસમાં ઈવીએમ -વીવીપેટના સલામત સંગ્રહ અને સુરક્ષાની આંતરીક તપાસ કરવામાં આવી 

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લા ખાતે,સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગાંધીનગરથી આપેલ સુચના મુજબ અરવલ્લી જિલ્લામાં આજે કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના અને જિલ્લા ચૂંટણી અધિકારી, અને રાજકીય પક્ષના પ્રતિનિધિ દ્વારા વેરહાઉસમાં ઈવીએમ -વીવીપેટની સુરક્ષાની આંતરિક તપાસણી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું.2022માં આવનાર વિધાનસભા ચૂંટણીને લઈને જિલ્લા તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી.તમામ ઈવીએમ -વીવીપેટ રૂમની તપાસ કરવામાં આવી અને સુરક્ષાની ખાતરી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here