કાલોલ વિધાનસભા ચૂંટણીના બુસ્ટરડોઝ સમાન રૂ.૧૭.૫૩ કરોડના નવીન રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ધારાસભ્ય સુમનબેન ચૌહાણે ત્રણ દિવસો‌ સુધી ગામેગામ પહોંચી વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા

ગુજરાતની વિધાનસભા ચૂંટણીઓના પડઘમ વચ્ચે કાલોલ મતવિસ્તારમાં વિકાસના બુસ્ટર ડોઝ સમાન અંદાજીત રૂ. ૧૭.૫૩ કરોડના વિવિધ ૩૫ જેટલા વિકાસ કામોની ફાળવણી કરતા વિકાસનો ઉત્સાહ છવાયો છે. જેમાં કાલોલ પીંગળી કાનોડ રોડ (પીંગળી ગામતળ), નાની શામળદેવી પ્રાથમિક શાળાનો રોડ, દેલોલ એપ્રોચ રોડ, ખડકી પ્રાથમિક શાળાથી પટેલ ફળિયા સુધીનો રોડ , બેઢીયા પંચાયતમાં ઉમરીયા, ધુળાખાતુની મુવાડી એપ્રોચ રોડ, સમળીયાની મુવાડીનો રસ્તો, ચોરાડુંગરી રોડ, વ્યાસડા ગામથી વ્યાસડાની મુવાડીનો રોડ, એરાલથી પાણીયા રોડ, સાલીયાવ, ભીખાપુરા, મેદાપુર નમરા ફળિયા રોડ સહિતના ૩૫ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ધારાસભ્ય સુમનબેન ચૌહાણના હસ્તે અંદાજીત રૂ.૧૭.૫૩ કરોડના કુલ ૩૪.૨૫ કીમી લાંબા નવીન રોડ રસ્તાઓ અને સુવિધાઓ વધારતા ૩૫ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત કાલોલ તાલુકાના સાતમણા, બોડીદ્રા , ભાદરોલી, ખરસલીયા, નાંદરખા, રીંછયા, મનોરપુરી, કાછીયા ઘોડા, રતનપુરા, બાકરોલ, બોરુ, ડેરોલગામ, શામળદેવી, ખડકી, પરુણા, અલવા, મેદાપુર નમરા ફળીયા, જેવાં ગામોમાં કાલોલ 127 વિધાનસભાના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ દ્વારા નવીન રોડ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાલોલ મતવિસ્તારના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ સહિત કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, ભાજપ પ્રમુખ નરેન્દ્રભાઈ ગોહિલ અને સંગઠનના હોદ્દેદારો સાથે દરેક ગામના સ્થાનિક સરપંચ તથા પંચાયત સભ્યો,તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યોની સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here