કાલોલ પોલીસ દ્વારા રાજપુતાના સ્ટીલ કંપનીની સામે વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલાની અટક

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લા પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને સુચના મુજબ દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને નેસ્તનાબૂદ કરવા કડક પગલાં ભરવા માટે ની સુચનાઓ મુજબ કાલોલ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એમ.એલ ડામોર તથા એલ.એ પરમાર તથા સ્ટાફ શનિવારના રોજ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે રાજપૂતાના કંપની સામે છાપરૂ બનાવીને રહેતી લીલાબેન ગણપતભાઇ રણછોડભાઈ રાઠવા રહેવાસી નાવરીયા તાલુકો હાલોલ પોતાના છાપરા માં ગેરકાયદેસર રીતે દારૂ નો સંગ્રહ કરી વેચાણ માટે રાખેલ છે જેથી કાલોલ પોલીસે બાતમી વાળા સ્થળે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો તો પકડી પાડેલ જેમાં રોયલ સિલેક્ટ કંપનીના મારકા વાળી પ્લાસ્ટિકની ૭૫૦ એમ.એલ ની ૫૩ બોટલ તથા ૧૮૦ એમ.એલની પ્લાસ્ટિકની ૪૪ બોટલ કુલ રૃપિયા ૨૬,૧૮૦/નો મુદ્દામાલ ઝડપી પાડેલ. સદર દારૂ અંગે તેઓની પાસે કોઈ પાસ પરમીટ નહી હોવાથી પ્રોહીબીટેડ વિસ્તારમાં દારૂ નો સંગ્રહ કરવાથી ગુજરાત પ્રોહીબીશન સુધારા અધિનિયમ ની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here