કાલોલ : નગરપાલિકામાં ભાજપની આબરૂનું ચીરહરણ… સામાન્ય સભામાં વિકાસના કામોના મુદ્દે સભા મંચ પર કર્મચારીને પદધિકારીએ ગાલ ઉપર સણસણતા તમાચા ઠોકી દીધા…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ નગરપાલિકા માં યોજાયેલી સામાન્ય સભામાં સંયુક્ત નગરપાલિકાના વિકાસના કામોના બીલને પ્રશ્ને બોલાચાલી થતા પાલિકા ક્લાર્ક ઉપર અધ્યક્ષપદએ જાહેર સભામાં તમાચા મારતા ચકચાર મચી હતી નગરપાલિકા વિકાસના કામોના બિલ પેમેન્ટને લઇ ક્લાર્કએ કહ્યું કે તમે બોલવા કેમ દેતા નથી? આથી કારોબારી અધ્યક્ષએ કહ્ કે તું બેસી જા મને નહીં શીખવ આમ કહેતા મામલો બિચક્યો હતો. જેમાં ઉશ્કેરાઈ જતા કારોબારી અધ્યક્ષપદ ક્લાર્ક ઉપર ધસી જઇ તેમની ખુરશીમાં જ દબાવી માથું પકડીને ગાલ ઉપર સણસણતા તમાચા ઠોકી દીધા હતા. જેના પગલે સભામાં હોબાળો મચી ગયા દરમિયાન દોડી આવેલા ચીફ ઓફિસર અને સદસ્યોએ મામલો શાંત કરી છુટા પાડયા હતા. આ ઘટના થી ચીફ ઓફિસર સોલંકી સાહેબ તેમજ અધિકારી કર્મચારી તથા હાજર લોકો સ્તબ્ધ બની ગયા હતા નગર પાલિકાના વહીવટી તંત્રની કામગીરીથી નારાજગીના કારણે કમૅચારીને પદાધિકારીએ તમાચો માર્યો હતો નગરપાલિકા ખાતે ગત ગુરુવારે બપોરના સમયે પાલિકા સિનિયર ક્લાર્ક તરીકે કામ કરતાં કમૅચારી સતિષભાઈ પરીખ અને નગરપાલિકાના વોર્ડ નં-૭ ના ચુંટાયેલા સભ્ય અને કારોબારી અધ્યક્ષ એવા યુવરાજસિંહ રાઠોડ વચ્ચે કામના બિલોને લઈને એક મહીના પહેલાં ના કામોમાં ફિલ્મોને લઈને ક્લૉક અને કોર્પોરેટ વચ્ચે બોલાચાલીમાં એ ઉગ્ર સ્વરૂપ ધારણ થતાં સિનિયર ક્લાર્ક સતિષભાઈ રાઠોડને નગરપાલિકાના કોર્પોરેટર અને પાલિકા અધ્યક્ષએ તમાચો ચોડી દેતાં. નગરપાલિકામાં હાહાકાર મચી ગયો હતો.જોકે વિવાદ બાદ બંને વચ્ચે મામલો સાનંત થઈ ગયો હોવાને કારણે વધુ કોઈ કાયૅવાહી કરવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here