કાલોલ : તાલુકા કાનુની સેવા સલાહ સમિતી દ્વારા સણસોલીની આર જે એસ વિદ્યામંદિર ખાતે પોકસો એક્ટની માહિતી આપી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઇન ચીફ અરવિંદકુમાર તથા કાનૂની સેવા સત્તામંડળના કારોબારી અધ્યક્ષ સુશ્રી જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ તા.૨૬-૯-૨૦૨૨થી તા.૨૦-૧૦-૨૦૨૨ દરમ્યાન યુનિસેફ સંસ્થાના સહયોગથી રાજયભરમાં પોક્સો એકટ(બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ)-૨૦૧૨ની કાનૂજી જોગવાઇ અને તેને લઇ વિશેષ જાગૃતિ ફેલાવવા એક અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.સણસોલી ની આર જે એસ વિદ્યામંદિર ખાતે સોમવારે કાલોલ તાલુકા કાનુની સેવા સલાહ સમિતી દ્વારા સામાજીક જાગૃતિ લાવવા માટે વકીલ પી પી સોલંકી તેમજ એન કે મકવાણા અને કાલોલ કોર્ટ ની વકીલ ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓ ને પોક્સો એકટ અંગે ની માહિતી આપી હતી આ પ્રસંગે શાળા ના આચાર્ય અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા.બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળકોને કાળજી અને રક્ષણ મળી રહે તે હેતુસર કાર્યરત છે.

જાતીય ગુના જેવા કે છેડતી કરવી, બાળકો સાથે શારીરિક અડપલાં કરવા, બાળકો પર બળાત્‍કાર ગુજારવો વગેરે સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ ૨૦૧૨ અને જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતા નિયમો ૨૦૧૨ બાળકોને જાતીય હુમલા, જાતીય સતામણી જેવા જાતીય ગુનાઓ સામે રક્ષણ આપવા માટે તા.૧૯/૬/૨૦૧૨થી અમલમાં આવ્‍યો છે. આ અધિનિયમ હેઠળ ૦ થી ૧૮ વર્ષના બાળકો કોઇ પણ પ્રકારના જાતિય ગુનાનો ભોગ બને ત્‍યારે આ અધિનિયમ હેઠળ આવતી કલમો લગાડવી ફરજિયાત બને છે. આ કાયદાને પોક્‍સો એક્‍ટ તરીકે ટૂંકા નામથી ઓળખવામાં આવે છે. રાજ્‍ય સરકાર દ્વારા પોક્‍સો એક્‍ટ હેઠળ ચાલતા કેસો માટે જિલ્લામાં વિશિષ્‍ટ અદાલતની સ્‍થાપના કરવામાં આવી છે તે અંગેની માહિતી આપવામા આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here