નસવાડી તાલુકાના પલાસણી ગામે દીપડો ફરે છે તેવી શંકા જતા ગામ લોકોમા ફફડાટ…

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી તાલુકાના પલાસણી ગામે દીપડો ફરતો થાયોછે તેને લઈ નસવાડી ગામના ખેડૂતોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે અને સીમમા જતા ખેડૂતોને બીક લાગેછે પ્રાપ્ત માહીતી અનુસાર દીપડો પલાસણી ની સીમમાં ફરેછે તેને એક પશુનુ મારણ કર્યું છે તેવી ચર્ચાઓ ફેલાતા પશુઓ રાખનારાઓમાં ભય ફેલાયો છે જેમાં ખેડૂતોએ સીમમા દીપડાના પંજા ના નિશાન જોવા મળ્યા છે તેમ જાણવા મળ્યુ છે આ બાબતે પલાસણી ગામના ગ્રામજનોએ ગઢબોરયાદ રેન્જ ફોરેસ્ટરને જાણ કરવામાં આવીછે અને આ બાબતને ધ્યાને લઇ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ દીપડો છે કે શુ તે જોવા માટે તપાસ હાથ ધરીછે અને ખેડૂતોના જણાવ્યા મુજબ દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા છે જેના માટે વનવિભાગ દીપડાને પકડવા માટે પાંજરૂ મૂકે જેનાથી દીપડો પાંજરે પુરાય જાય અને વન વિભાગ દ્વારા દીપડાના પંજા ના નિશાન નું નિરીક્ષણ કર્યું છે.

ગઢબોરીયાદના રેન્જ ફોરેસ્ટર ના જણાવ્યા મુજબ પંજાના નિશાન જોઈ ઝરખ હોવાનુ જણાઈ રહ્યું છે જ્યારે મારણ થનાર પશુનું પી એમ કરાયુ નથી તે માટે ઝરખ છે કે દીપડો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી ખેડૂતોના મનમાં દીપડાની બીક પેસી જતા લોક ચર્ચા હતી કે જયાં સુધી ચોક્કસ માહીતી નહી મળે કે આ પગલા દીપડાના છે કે ઝરખના તોજ ચોક્કસ થાય કે આ વન્યપ્રાણી કોણ છે જેનાથી લોકોના ભય માં ઘટાડો થાય અને દીપડો ફરેછે તેને ધ્યાને લઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તપાસ હાથ ધરી છે અને દીપડાને પાંજરે પુરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે જે વન વિભાગની કામગીરી જોઈ ગામ લોકોને આશા બંધાઈ છે કે હવે દીપડો પકડાઈ જશે પરંતુ ગામ લોકોના જણાવ્યા મુજબ જ્યા સુધી આ ઝરખ છે કે દીપડો તે ચોક્કસ નહી થાય ત્યાં સુધી અમારા જીવ તાળવે ચોંટી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here