છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-
આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આખુદેશ અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે જેના સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા ઘોષિત તેના ભાગ રૂપે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવશે જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ કોલેજ તથા આઈ ટી આઈ સરકારી કર્મચારીઓ ના અધિકારીઓ ગ્રામ જનો તથા અન્ય સંસ્થાઓ જોડાશે.