પંચમહાલ જિલ્લામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત આજરોજ બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી કરાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

શહેરા તાલુકા પંચાયત હોલ ખાતે આઈ.સી.ડી.એસ તથા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરાઈ

રાજ્યની મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવ ભેર આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામા આવે છે. સર્વાગી વિકાસના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર પંચમહાલ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે અન્વયે આજ રોજ તા. ૦૨/૦૮/૨૦૨૩ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકા પંચાયત હોલ ખાતે, બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી આઈ.સી.ડી.એસ પૂર્ણા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓને પૂર્ણા યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે ૧૮૧ અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના વિશે તેમજ પંચમહાલ જિલ્લામાં ચાલતા વિવિધ સેન્ટરો જેવા કે સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ બેઇઝ સપોર્ટ સેન્ટર, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેંદ્રો જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારીત નાટક રજુ કરવામાં આવ્યું હતું.આ સાથે આ યોજનાઓના IECનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન બ્લોક હેલ્થ ઓફિસરશ્રી ભરતભાઈ ગઢવી શહેરા, CDPO સુ.શ્રી. સુમનબેન પટેલ શહેરા, કિરણબેન તરાળ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પંચમહાલ,૧૮૧ અભયમ ટીમ,OSC ટીમ, PBSC ટીમ,ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW)ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here