કાલોલના એમ જી એસ હાઈસ્કુલ પાસેના ત્રણ રસ્તા ઉપર કાયમી ટ્રાફિક પોઇન્ટ મૂકવા માંગ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરના મુખ્ય હાઇવે નજીક એમ.જી. એસ હાઈસ્કુલ નજીક હાઇવે અને ડેરોલ તરફ જવાના ત્રણ રસ્તા ઉપર દિવસ અને રાત્રે પણ ભારે વાહન વ્યવહાર જોવા મળે છે. દિલ્હી મુંબઇ વડોદરા નો માર્ગ હોવાથી નાના મોટા અસંખ્ય વાહનો અહીંથી પસાર થાય છે. આ રસ્તા ઉપર ટી.આર.બી જવાનો દિવસ દરમિયાન ફરજ બજાવે છે અને ટ્રાફિક કન્ટ્રોલ કરે છે. પરંતુ સાંજ ના સુમારે આ જગ્યા ઉપર કોઈ ટ્રાફિક પોલીસ કે ટી.આર. બી નો જવાન હાજર ન હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાય છે અને ટ્રાફિક જામ ના દ્ર્શ્યો સર્જાય છે. ત્રણેવ તરફથી આવતા વાહન ચાલકો રોડ પસાર કરવાની ઉતાવળ માં એકબીજાની નજીક આવી જાય છે અને રોડ ની બીજી તરફ વાહનો ની કતારો લાગે છે. સ્થાનિક અને જીલ્લા પોલીસ દ્વારા આ બાબતે સંજ્ઞાન લઈ કાયમી ટ્રાફિક ઇન્ડીકેટર સિગ્નલ મુકવામાં આવે તે ખૂબ જરૂરી છે. જેથી ભવિષ્ય મા મોટા અકસ્માતો સર્જાતા અટકાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here