સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓનો દોર શરુ

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

વડાપ્રધાનની ઉપસ્થિતમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર ઘોડે સવાર અને કેમલ સવાર ટુકડીઓ પરેડમાં ભાગ લેસે

દેશની એકતા અને અખંડિતતાના પ્રતીક સમી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના બીજા રાટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા કોલોની ખાતે થઇ રહી છે ત્યારે આ ઉજવણીના અવસરે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી હાજર રહેવાના હોય અને 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસના રોજ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરવાના હોય ને હાલ સુરક્ષા દળો દ્વારા તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે પરેડમાં ગુજરાત રાજ્ય પોલીસ પણ ફ્લેગ માર્ચ કરશે, પ્રથમવાર કેમલ માર્ચ અને હોર્સ માર્ચ પણ કરવામાં આવશે જેનુ આયોજન BSF દ્વારા કરવામાં આવશે આ સાથે IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા પોતાના કસબી બતાવવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તમામ સુરક્ષા દળો દ્વારા પરેડના રીહર્શલ પણ કરવામાં આવી રહ્યાં છે. 31 મી ઓક્ટોબરે આખું વિશ્વ દેશના સુરક્ષા દળોની આ એકતા પરેડને લાઈવ નિહાળશે અને દેશની એકતા અને અખંડતાના દર્શન કરસે.

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તમામ સુરક્ષા દળો પોતાના વતી રજુ થનાર તમામ પ્રકારની રજુઆતો ની તડામાર તૈયારીઓમા લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here