પંચમહાલ જિલ્લામાં આગામી ૧૪મી ઓક્ટોબરના રોજ ઓનલાઈન ઔધોગિક ભરતી મેળો યોજાશે એપ્રન્ટિસશીપ અને સ્વરોજગારને લગતી માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરવામાં આવશે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા તા.૧૪/૧૦/૨૦૨૦ના રોજ ગૂગલ મીટના માધ્યમથી જિલ્લા કક્ષાનો ઓનલાઇન ઔદ્યોગિક ભરતીમેળો, એપ્રન્ટિસશીપમેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે. જેમાં ઉમેદવારોને સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન મળશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી તેમજ એપ્રેન્ટીસશીપ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. ધો.૧૦પાસ, ૧૨પાસ આઈ.ટી.આઈ, ડિપ્લોમા(ઇલેક્ટ્રીક, મિકેનિકલ, ઓટોમોબાઇલ, મેકાટ્રોનિકસ)અનુભવી, બિન-
અનુભવી તેમજ ગ્રેજ્યુએટ, લાયકાત ધરાવતા ઉમેદવારોને તક પૂરી પાડવામાં આવશે.આ ભરતીમેળામાં પંચમહાલ જીલ્લાના ગોધરા અને હાલોલ વિસ્તારના તેમજ અમદાવાદ જિલ્લાના નોકરીદાતા દ્વારા જુનિયર એંજિનિયર, એફ.ટી.સી, લાઇન ઓપરેટર, સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, એસોસિએટ ટ્રેઈની, ડિજિટલ માર્કેટિંગ, મેકાટ્રોનિક્સ ટેક્નિશિયન, એરિયા માર્કેટિંગ મેનેજર જેવી જગ્યાઓ માટે ઉપરોકત જણાવેલ અભ્યાસ ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના મહિલા તથા પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. ઉપરોક્ત ભરતીમેળામાં ભાગ લેવા ગૂગલમીટ એપ ડાઉનલોડ કરવી ફરજિયાત છે. ઓનલાઇન ભરતીમેળામાં જોડાવવા માટેની લિંક: https://meet.google.com/hcm-dtgj-swa રહેશે. આ રાજ્ય વ્યાપી જિલ્લા કક્ષાના ઓનલાઇન રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં લાભ લેવા રોજગાર અધિકારીશ્રીની અખબારી યાદીમાં અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here