કાંકરેજ તાલુકાના કંબોઈ કોબુલગઢ ખાતે આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરે રાજપુત ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું…

કાંકરેજ, (બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

સમગ્ર ગુજરાત રાજ્યમાં રાજપુત ક્ષત્રિય જાગીરદાર સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા દશેરા ના દિવસે ફરજિયાત પણે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે ત્યારે કાંકરેજ તાલુકાના કંબોઈ કોબુલગઢ ખાતે શ્રી દૂધેશ્વર મહાદેવ ના મંદિરે જાગીરદાર યુવા સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દરેક રાજકીય પક્ષો ના આગેવાનો અને રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉમળકાભેર ભાગ લીધો હતો ત્યારે સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો અને મંદિરના પુજારી ભોળાગર ગૌસ્વામી અને પંડિત શાસ્ત્રી શ્રી ધનજીભાઈ જોષી દ્વારા મંત્રોચાર કરી વિધિવત પૂજા અર્ચના કરી ને શસ્ત્ર પૂજન માં પધારેલ દરેક રાજપુત ક્ષત્રિય સમાજના યુવાનો ને પોતાનાં હથિયાર પર રક્ષા માટે કુમકુમ તિલક કરી ને દોરો બાંધીને કંકુ છાંટણા સાથે ચોખા ચડાવી માં ભગવતી ને બહેન દીકરી ગાય ની રક્ષા માટે કાળજી રાખીને યોગ્ય સમયે હથિયાર ઉપયોગ કરવા માં ભગવતી ને પ્રાથના કરી હતી જેમાં કાંકરેજ તાલુકા કોંગ્રસના પ્રમુખ શ્રી ગોપાળસિંહ સોલંકી. આમ આદમી પાર્ટી કાંકરેજ તાલુકા સંગઠન મંત્રી શ્રી જેઠુભા વાઘેલા.પીન્ટુ ભા વાઘેલા. પ્રવિણસિંહ વાઘેલા. રામભા સોલંકી. ત્રિદેવ સાઉન્ડ સિસ્ટમ ના અનારસિંહ સોલંકી. સૂરસિંહ સોલંકી યુવા પત્રકાર.અને ઉત્તર ગુજરાત ઝોન પ્રભારી હેમુભા વાઘેલા સહિત સમગ્ર શ્રી કોબુલગઢ કંબોઈ જાગીરદાર રાજપુત યુવા સંગઠનના હોદ્દેદારો અને યુવાનો સહિત વડીલો ઉપસ્થિત રહ્યા હતા. સંતો મહંતોએ આશીર્વાદ આપ્યા હતા અને કલાકારો દ્વારા સંતવાણી ભજન અને દશેરા વિશે વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here