કવાંટ પો.સ્ટેના મોટી કઢાઈ ગામેથી મોટર સાયકલ ઉપર લઈ જવાતા કિ.રૂ. ૪૨,૯૧૨/- નો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પકડી પાડતી કવાંટ પોલીસ

કવાંટ, (છોટાઉદેપુર) સકીલ બલોચ :-

સંદિપ સિંહ પોલીસ મહાનિરિક્ષક વડોદરા રેન્જ તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ આગામી સમયમાં યોજાનાર વિધાનસભા ચુંટણી અનુલક્ષીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી વેચાણની અસમાજીક પ્રવૃત્તિ સદંતર નેસ્તનામુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્તોનાબુદ થાય તે સારૂ આજ રોજ પો.સ.ઇ. સી.એમ.ગામીત કવાંટ પોસ્ટે નાઓ આજ રોજ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મોજે મોટી કઢાઈ ગામે, મોટી ઝડૂલી તરફથી આવતા રસ્તા ઉપરથી લઈ જતો આરોપી મનસુખભાઈ ગોવિંદભાઈ જાતે કુ.ભીલ ઉવ. ૨૨ રહે. દામણીયાઆંબા, કુસુમ્બિયા ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓને તેની કાળા કલરની હીરો કંપનીની ગ્લેમઅર મોસા નંબર GJ-36-AA-6684 ની ઉપર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૮૮ કિરૂ. ૪૨,૯૧૨/- નો પ્રોહિ મુદામાલ તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી માટે વાપરેલ હીરો કંપનીની ગ્લેમઅર મોસા નંબર GJ-36-AA-6684 ની કિરૂ. ૪૦,૦૦૦/- તથા આરોપીની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઇલ નંગ – ૦૧ કિરૂ. ૫,૦૦૦/- મળી કુલ કિરૂ. ૮૭,૯૧૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આમ કવાંટ પોલીસને ઇંગ્લીશ દારૂની હેરાફેરી નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.
-:પકડાયેલ આરોપીનુ નામ :-
મનસુખભાઈ ગોવિંદભાઈ જાતે કુ.ભીલ ઉવ. ૨૨ રહે. દામણીયાઆંબા, કુસુમ્બિયા ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર
-કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) લંડન પ્રાઈડ પ્રિમીયમ વ્હિસ્કી ૧૮૦ મીલીના કાચના ક્વાટરીયા નંગ-૨૮૮ કિ.રૂ. ૪૨,૯૧૨/- { *Exp (૨) હીરો કંપનીની ગ્લેમઅર મોસા નંબર GJ-36-AA-6684 ની કિરૂ. ૪૦,૦૦૦/- (૩) એમ.આઇ. કંપનીનો રેડમી મોડલનો સ્માર્ટ મોબાઇલ ફોન નંગ-૧ કિરૂ. ૫,૦૦૦/- મળી | કુલ કિરૂ. ૮૭,૯૧૨/- o

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here