નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના રિંગાપાદર ગામમાં મતદાન મથક ફાળવવા ડેડિયાપાડા મામલતદારને આવેદનપત્ર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

આઝાદીના 74 વર્ષો પછી પણ 7 કી.મી. સુધી દુર મતદાન કરવા માટે જતા આદિવાસીઓમા ચૂંટણી પંચ સામે પણ રોષ મતદાન મથક નહી ફાળવવામાં આવે તો ચૂંટણી નો મતદાનના બહિષ્કારની ચીમકી

નર્મદા જિલ્લાના ઉંડાણના આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓ તો અપુરતી છે જ, મુળભુત જરુરીયાતો પણ ઉપલબ્ધ નથી તેવામાં દેડિયાપાડા તાલુકાના રીંગાપાદર ગામમા મતદાન મથક ન હોય ને ગામના લોકોને મતદાન કરવા 7 કી. મી ચાલીને જવુ પડતુ હોવાનું જાણવા મળ્યું છે જે આજે આઝાદી મેળવ્યા ને 74 વર્ષો વિત્યા છતા લોકશાહીમા આદિવાસીઓની દશા વર્ણવવા પુરતું છે.

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા તાલુકાનું રિંગાપાદર ગામ જે આઝાદીના ૭૪ વર્ષ પછી પણ વિકાસથી વંચિત છે, રોડ – રસ્તા તેમજ વીજળીને લઈ ને હાલ પણ મોટી સમસ્યાઓ છે જેમાં એક સમસ્યા ગામમાં મતદાન મથકને લઇને પણ છે. ગામના મતદાન મથક પણ નથી જે કારણે ગામના લોકોએ મતદાન કરવા માટે રિંગાપાદર ગામથી સાત કિલોમીટર દૂરના અંતરે ચોપડી ગામની પ્રાથમિક શાળાના મતદાન મથક પર મતદાન કરવાની ફરજ પડે છે.

જેમાં આ બે ગામ રીંગાપાદર અને ચોપડીને જોડતો જે સાત કિલોમીટરનો માર્ગ છે એની હાલત તદન બિસ્માર છે અને રસ્તા વચ્ચે મોટી ખાડી અને કોતરો આવેલા છે અને જે પાણીના ધસમસતા પ્રવાહથી વહે છે અને જે કારણે બંને ગામ વચ્ચે સંપર્ક પણ તૂટી જાઈ છે. અને આટલું લાંબુ અંતર ચાલીને જવાનું હોવાથી વયોવૃદ્ધ મતદાર માંદગી અને અશ્કતાને કારણે પોતાનો જે મૂળભૂત અધિકાર છે મતાધિકાર જેનાથી વંચિત રહી જાય છે.

આથી ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે મામલતદારને અલગ મતદાન મથકની માંગણીને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું અને સાથે ૧૦૦% મતદાન કરવાની ખાતરી ગ્રામજનોએ આપી છે. સાથે સાથે મતદાન મથક નહિ મળે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. હવે જોવાનું રહયુ કે આ વિસ્તારમાં મતદાન મથકની ફાળવણી કરવામાં આવે છે કે આ સમસ્યા એક સમસ્યા જ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here